મુળ રાજસ્થાન રાજયનો રહેવાસી આરોપી મહેશભાઇ મારવાડીને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ ગુન્હાના કામનો નાસતો ફરતો અને છેલ્લા ત્રણેક મહિનાથી પોતાની ઘરપકડ થી બચવા અને મુળ રાજસ્થાન રાજયનો રહેવાસી આરોપી મહેશભાઇ મારવાડીને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા દાખલ થયેલ ગુન્હાના અને આજદિન સુઘી પકડવાના બાકી આરોપીને પકડી પાડવા કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે અન્વયે મ્હે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ I/C મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહિલ સાહેબનાઓએ અમરેલી જીલ્લામા દાખલ થયેલ ગુન્હાના કામના આરરોપીમે પકડવાના અને બાકી આરોપીને પકડી કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે, પીપાવાવ મરીન પો.સ્ટે. એ પાર્ટ ગુન્હા રજી. નં.૧૧૧૯૩૦૪૫૨૪૦૦૧૭/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૦૭, ૪૧૧, ૨૮૫, ૨૮૬, ૧૨૦(બી), ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. અને સદરહુ ગુન્હાની તપાસ અમો ચલાવી રહેલ હોય જે ગુન્હાના વોન્ટેડ આરોપી મહેશભાઇ મારવાડી છેલ્લા ત્રણ ચાર મહિનાથી પોતાની ઘરપકડ ટાળતો હોય અને મુળ રાજસ્થાન રાજયનો રહેવાસી હોય અને આજદિન સુઘી પકડવાનો બાકી હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે.ગીડા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનમા બે ટીમો બનાવી આરોપીને પકડી પાડવા ટેકનીકલ સ્ત્રોત ના આઘારે તથા ખાનગી બાતમી આઘારે તપાસ કરતા કરાવતા આ કામનો આરોપી મહેશભાઇ મારવાડી હાલ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા - સાયલા પાસે હોવાની ખાનગી હકીકત મળતા આરોપી મહેશભાઇ મારવાડીને ચોટીલા સાયલા હાઇવે રોડ પર આવેલ હોટલ પરથી પકડી પાડી રાજુલા પોલીસ સ્ટેશન લાવી ઉપરોકત ગુન્હાના કામે ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ.
( પકડાયેલ આરોપીની વિગત-
મહેશચંદ કનૈયાલાલ મીણા(મારવાડી) ઉ.વ.૩૪ ધંધો ડ્રાઇવીંગ મૂળ રહે.કુંડલીયા, તા.થાનાગાજી જી.અલવર રાજય રાજસ્થાન હાલ રહે.સાયલા, તા.સાયલા જી.સુરેન્દ્રનગર મો.નં.૭૭૪૨૩૩૩૯૪૦
( કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે.ગીડા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના અના.હેડ.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. મઘુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ.કોન્સ જયેન્દ્રભાઇ સુરીંગભાઇ બસીયા તથા હેડ.કોન્સ હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા પો.કોન્સ. ચંદ્રેશભાઇ મનુભાઇ કવાડ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.