જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા બચ્ચે સ્કૂલ ચલે કાર્યક્રમ યોજાયો.......... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા બચ્ચે સ્કૂલ ચલે કાર્યક્રમ યોજાયો……….


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા બચ્ચે સ્કૂલ ચલે કાર્યક્રમ યોજાયો..........
આજરોજ હિંમતનગર તાલુકા પ્રાથમિક શાળા નંબર 1 માં જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા બચ્ચે સ્કૂલ ચલે કાર્યક્રમ યોજાયો. જેમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન ૧ તરફથી ધોરણ ૧ માં નવા પ્રવેશ પામેલા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ૨૫ સ્કૂલ બેગ આપવામાં આવી. આ બેગમાં પેન્સિલ, રબર, નોટબુક, કંપાસ,લંચ બોક્સ, પાણીની બોટલ, ફૂટપટ્ટી, સંચો, પેન, દેશી હિસાબ વગેરે આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી સોનલબેન મહેતા, ઉપપ્રમુખશ્રી કામિનીબેન સુતરીયા, રાજશ્રીબા રહેવર તથા મોટી સંખ્યામાં સહિયર બહેનો હાજર રહીને બધાએ સાથે મળી સેવાનું ઉમદા કાર્ય કર્યું. શાળાના આચાર્યશ્રી નીતિનભાઈ પંડ્યા તથા સ્ટાફ મિત્રો અને વાલીઓએ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો. ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ માં ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.