સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામમાંથી અફીણના જથ્થા સાથે શખ્સ પકડાયો.. - At This Time

સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામમાંથી અફીણના જથ્થા સાથે શખ્સ પકડાયો..


પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામમાંથી અફીણના જથ્થા સાથે શખ્સ પકડાયો..

એસઓજીએ અફીણના ગઠ્ઠા,અફીણનો રસ અને વજન કાંટો જપ્ત કર્યો...

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનાં હમીરપુરા ગામ ખાતે એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ કરી મકાનમાંથી શખ્સને માદક પદાર્થ અફીણના જથ્થા સાથે પકડી પાડયો હતો. જેમાં શખ્સ પાસેથી ડિજિટલ વજન કાંટો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

હમીરપુરા ગામે એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે હેમરાજભાઈ ચૌધરીના મકાનમાં રાત્રે સરકારી પંચો, એફએસએલ અધિકારીઓ સાથે રેડ કરી દિવાલ તિજોરી અને કબાટમાં તપાસ કરતા અંદરથી માદક પદાર્થ અફીણના રૂ.8520ના આશરે 340 ગ્રામ ગઠ્ઠા અને રૂ.6800નો આશરે 67 ગ્રામ અફીણનો રસ, પ્લાસ્ટિકની સફેદ કલરની 15 જેટલી ખાલી ડબીઓ અને વજન કાંટો મળી આવતાં પોલીસે હેમરાજભાઈ ચૌધરીની અટકાયત કરી હતી. આ જથ્થો જેની પાસેથી લાવવામાં આવ્યો હતો તે ભાભર તાલુકાના બેડા ગામનો શીવાભાઈ પટેલ મળી આવ્યો ન હતો.

પોલીસે પકડાયેલા શખ્સને પૂછપરછ કરતા જણાવેલ કે તેની પાસે અફીણ લેવા માટે આવતાં ગ્રાહકોને આપવા અફીણનું વજન કરવા કાંટો રાખતો હતો. અફીણનો રસ ભાભરના શીવાભાઈ દાનાભાઈ પટેલ પાસેથી લાવતો હોવાનું જણાવ્યું હતું. આ અંગે એસઓજી પીએસઆઇ ડી.કે.ચૌધરીએ વારાહી પોલીસ મથકે હેમરાજભાઈ જેવતભાઈ ચૌધરી અને શિવાભાઈ દાનાભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.