મંકીપોક્સના એક શંકાસ્પદ દર્દીનું મૃત્યુ થતા કેન્દ્ર એક્શનમાં, ટાસ્ક ફોર્સનું ગઠન - At This Time

મંકીપોક્સના એક શંકાસ્પદ દર્દીનું મૃત્યુ થતા કેન્દ્ર એક્શનમાં, ટાસ્ક ફોર્સનું ગઠન


- વિશ્વભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા મંકીપોક્સને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છેનવી દિલ્હી, તા. 01 ઓગષ્ટ 2022, સોમવારકેન્દ્ર સરકારે દેશમાં મંકીપોક્સના કેસને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે મંકીપોક્સના કેસ પર નજર રાખવા માટે ટાસ્કનું ગઠન કરવામાં આવ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ટીમનું નેતૃત્વ નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ. ટીમના સભ્યોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, ફાર્મા અને બાયોટેકના સચિવોનો સમાવેશ થશે. આ આખી ટીમ દેશભરમાં મંકીપોક્સના કેસ પર નજર રાખશે.તાજેતરમાં જ ભારતમાં પણ મંકીપોક્સના કેસ નોંધાયા છે. કેરળ, તમિલનાડુ અને દિલ્હીમાં સંક્રમણના કેસ નોંધાયા બાદ સરકાર એલર્ટ બની ગઈ છે. આ જ કારણ છે કે, સરકારે એરપોર્ટ અને પોર્ટ હેલ્થ ઓફિસર્સ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રાદેશિક નિર્દેશકોને મંકીપોક્સને ધ્યાનમાં રાખીને તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કડક આરોગ્ય તપાસ કરવા માટે નિર્દેશ આપ્યો છે.પ્રથમ વખત મંકીપોક્સની બીમારી 1958માં સામે આવી હતી. ત્યારે રિસર્ચ માટે રાખવામાં આવેલા વાંદરાઓમાં આ સંક્રમણ જોવા મળ્યું હતું. એટલા માટે તેનું નામ મંકીપોક્સ રાખવામાં આવ્યું હતું. વિશ્વભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા મંકીપોક્સને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે, મંકીપોક્સનો પ્રકોપ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે.કેરળમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દીનું મોતકેરળમાં શનિવારે એક 22 વર્ષના યુવકનું મૃત્યુ થઈ ગયું છે. આ યુવક સંયુક્ત આરબ અમીરાત (UAE)માં મંકીપોક્સથી સંક્રમિત થયો હતો. તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, હજુ એ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે, તેનું મોત મંકીપોક્સ વાયરસના કારણે જ થયું છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જનું કહેવું છે કે, ત્રિશૂરના 22 વર્ષના યુવકના મોતનું કારણ મંકીપોક્સ હોવાની આશંકા હતી. યુવક UAEમાં મંકીપોક્સ માટે પોઝિટિવ જોવા મળ્યો હતો. તે 21 જુલાઈએ ભારત પહોંચ્યો હતો જ્યારે UAE છોડવાના એક દિવસ પહેલા તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને 27 જુલાઈના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે જ તેમને ટેસ્ટ રિઝલ્ટ સબમિટ કરવામાં આવ્યા છે. તે અહીં તેના પરિવાર સાથે રહેતો હતો. તેના સેમ્પલની ફરી તપાસ કરવામાં આવશે. આ તપાસ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી, અલ્લાપ્પુઝા ખાતે કરવામાં આવશે.દિલ્હી અને તમિલનાડુમાં મંકીપોક્સના કેસ નોંધાયા હતાતમને જણાવી દઈએ કે, દેશમાં મંકીપોક્સના કેસોને કારણે સરકારનું ટેન્શન વધી ગયું છે. અત્યાર સુધીમાં કેરળ, તમિલનાડુ અને દિલ્હીમાં મંકીપોક્સના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. કેરળમાં મંકીપોક્સના ત્રણ કેસ નોંધાયા છે. મંકીપોક્સનો પહેલો કેસ કેરળમાં 14 જુલાઈના રોજ નોંધાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.