કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટ બિલ 2024 પાછું ખેંચ્યું:મંત્રાલયે કહ્યું- નવો ડ્રાફ્ટ તૈયાર કરીશુ; વિપક્ષે આરોપ લગાવ્યા હતા- પસંદગીના લોકોને માહિતી આપી
દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે (MIB) બ્રોડકાસ્ટિંગ બિલ 2024નો ડ્રાફ્ટ પાછો ખેંચી લીધો છે. મંત્રાલય બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરશે. ઉપરાંત, તમામ હિતધારકો (સ્ટેકહોલ્ડર્સ)ને 24-25 જુલાઈ 2024 વચ્ચે આપવામાં આવેલા ડ્રાફ્ટની હાર્ડ કોપી પરત કરવા માટે કહેવામાં આવ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું- અમે બ્રોડકાસ્ટિંગ સર્વિસ (રેગ્યુલેશન) બિલના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છીએ. આ બિલનો ડ્રાફ્ટ 10 નવેમ્બર 2023ના રોજ સાર્વજનિક ડોમેનમાં સ્ટેકહોલ્ડર્સ અને સામાન્ય જનતાની ટિપ્પણીઓ માટે મૂકવામાં આવ્યો હતો. અમને વિવિધ હિતધારકો તરફથી ઘણી ભલામણો, ટિપ્પણીઓ અને સૂચનો મળ્યા હતા. મંત્રાલયે કહ્યું કે હવે સૂચનો અને ટિપ્પણીઓ માટે 15 ઓક્ટોબર, 2024 સુધીનો વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે. વધુ વિચાર-વિમર્શ બાદ બિલનો નવો ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવશે. મંત્રાલય બિલના ડ્રાફ્ટ પર હિતધારકો સાથે વિગતવાર ચર્ચાઓ કરી રહ્યું છે. નવેમ્બર 2023માં બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેશન બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંગે જાહેર ટિપ્પણી કરવાની અંતિમ તારીખ 10 નવેમ્બર 2023 હતી. બિલનો બીજો ડ્રાફ્ટ જુલાઈ 2024માં તૈયાર કરવામાં આવ્યો હતો. વિપક્ષે આ ડ્રાફ્ટ અંગે સરકાર પર આરોપ લગાવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ડ્રાફ્ટ સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલાં જ કેટલાક પસંદગીના હિતધારકો વચ્ચે ગુપ્ત રીતે લીક થઈ ગયો હતો. ટીએમસી સાંસદ જવાહર સરકારે પણ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને ઈંડિવિજુઅલ કન્ટેન્ટ ક્રિએટર્સે બિલ સામે વાંધો ઉઠાવ્યો નવા બ્રોડકાસ્ટિંગ બિલ હેતુ
કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા પ્રકાશિત સામગ્રીનું રેગુલેટ, નિયંત્રણ, મોનિટર અને સેન્સર કરવા માંગે છે. તમામ બ્રોડકાસ્ટર્સને સમાન રેગુલેટરી ફ્રેમવર્કમાં રાખવા માંગે છે. આનો અર્થ એ થશે કે સરકાર પ્રસારણ કાર્યને સ્ટ્રીમલાઈન કરી શકશે ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટે, કન્ટેન્ટ ક્વોટા અને એજ વેરિફિકેશન મિકેનિઝમ દાખલ કરવાની યોજના છે. સરકારનું કહેવું છે કે નવા બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેશન બિલના અમલીકરણ પછી, પ્લેટફોર્મને કોઈપણ OTT અથવા ડિજિટલ પ્લેટફોર્મ પર હેટ સ્પિચ, ફેક ન્યૂઝ અને અફવાઓ માટે જવાબદાર ગણવામાં આવશે. આ સમાચાર પણ વાંચો...
ચોમાસું સત્ર- લોકસભામાં 12 સરકારી બિલ રજૂ થયા, 4 પાસ થયાઃ બજેટ પર 27 કલાક ચર્ચા થઈ, 15 બેઠકો થઈ, 115 કલાક સુધી ગૃહ ચાલ્યું 18મી લોકસભાનું પ્રથમ ચોમાસુ સત્ર શુક્રવારે (9 ઓગસ્ટ)ના રોજ પુરુ થયું. નવી લોકસભાનું આ પ્રથમ બજેટ સત્ર પણ હતું. આ સત્ર 22 જુલાઈથી શરૂ થયું હતું. આ સત્રના સમાપન પર, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, 'આખા સત્રમાં કુલ 15 બેઠકો થઈ, જે લગભગ 115 કલાક સુધી ચાલી.' તેમણે એમ પણ કહ્યું, 'સત્ર દરમિયાન ગૃહની પ્રોડક્ટિવિટી 136% હતી. આ ઉપરાંત સત્રમાં કુલ 65 પ્રાઈવેટ સભ્યોના બિલ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.