ફ્લાઇટમાં બોમ્બની ધમકી મામલે કેન્દ્રની એડવાઈઝરી:કહ્યું- ખોટી માહિતી રોકવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની; હવે 33 ફ્લાઇટને ધમકીઓ મળી
ઈન્ડિયન એરલાઈન્સની 33 ફ્લાઈટમાં શનિવારે ફરી બોમ્બની ધમકીઓ મળી હતી. આ રીતે 13 દિવસમાં 300થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. જો કે તપાસમાં આ તમામ ખોટા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ કેન્દ્ર સરકારે આ ધમકીઓ મામલે કડક વલણ અપનાવ્યું છે. આઈટી મંત્રાલયે સાંજે એક એડવાઈઝરી જાહેર કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહ્યું કે જો તેઓ આવી ખોટી માહિતીને તાત્કાલિક દૂર નહીં કરે તો આઈટી એક્ટ હેઠળ તેમને આપવામાં આવેલી ઈમ્યુનિટી રદ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આવી માહિતી તાત્કાલિક દૂર કરવી પડશે અને આ માહિતી સંબંધિત અધિકારીઓને પણ આપવી પડશે. વિમાનો પર હાલના જોખમને કારણે એરલાઇન્સ સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ઉડ્ડયન મંત્રાલયને 600 કરોડથી વધુનું નુકસાન થયું છે. બોમ્બની ધમકીના કેસમાં અત્યાર સુધીમાં બેની ધરપકડ કરવામાં આવી છે દિલ્હી પોલીસે શનિવારે ફ્લાઇટમાં બોમ્બની ખોટી ધમકી આપનાર 25 વર્ષીય યુવકની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 25 વર્ષીય શુભમ ઉપાધ્યાયે 25 ઓક્ટોબરે IGI એરપોર્ટ પર ફ્લાઇટમાં બોમ્બની બે ખોટી ધમકીઓ પોસ્ટ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તેણે ફોમસ થવા માટે આવું કર્યું હતું. અગાઉ, મુંબઈ પોલીસે છત્તીસગઢના રાજનાંદગાંવમાંથી 17 વર્ષીય સગીરની અટકાયત કરી હતી. તેનો મિત્ર સાથે પૈસાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. તેણે તેના મિત્રના નામે X એકાઉન્ટ બનાવ્યું અને 14 ઓક્ટોબરે 4 ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી પોસ્ટ કરી હતી. 13 દિવસમાં ફ્લાઈટ્સ પર નકલી ધમકીઓની સંખ્યા 300ને પાર થઈ શનિવારે 33 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. ઈન્ડિગો, એર ઈન્ડિયા અને વિસ્તારાની 11-11 ફ્લાઈટ્સ છે. આ સાથે જ છેલ્લા 13 દિવસમાં દેશમાં 300થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. આ તમામ ધમકીઓ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. ફ્લાઈટમાં બોમ્બની ધમકી સંબંધિત આ સમાચાર પણ વાંચો... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી ફ્લાઈટ્સ પર સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે ત્યારે સોમવારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પન્નુએ કહ્યું- આ વર્ષે 1984ના શીખ રમખાણોની 40મી વર્ષગાંઠ છે. રમખાણોમાં 13 હજારથી વધુ શીખો માર્યા ગયા હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.