'આસ્ક મી સેશન'માં સેલેબ્સની ખૂલી પોલ:પાપારાઝીએ કહ્યું, 'અજય દેવગન ફેક તો તાપસી ઉદ્ધત' રણવીર-દીપિકાને ગણાવ્યા ફેવરિટ - At This Time

‘આસ્ક મી સેશન’માં સેલેબ્સની ખૂલી પોલ:પાપારાઝીએ કહ્યું, ‘અજય દેવગન ફેક તો તાપસી ઉદ્ધત’ રણવીર-દીપિકાને ગણાવ્યા ફેવરિટ


બોલિવૂડના પ્રખ્યાત પાપારાઝી વરિન્દર ચાવલાએ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'આસ્ક મી એનિથિંગ' સેશનનું આયોજન કર્યું હતું. આ ઇન્ટરેક્ટિવ સેશનમાં પાપારાઝીએ ઘણા બોલિવૂડ સેલેબ્સ સાથે સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા. તેમણે રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર અને કરીના કપૂરને પેપ્સના ફેવરિટ ગણાવ્યા. તાપસી અને જયા બચ્ચનને ઉદ્ધત ગણાવ્યાં
જયા બચ્ચન અને તાપસી પન્નુને રુડ (ઉદ્ધત) ગણાવીને વરિન્દરે તેમને પાપારાઝીની સૌથી ઓછી મનપસંદ સેલિબ્રિટીની યાદીમાં સામેલ કર્યા. નોંધનીય છે કે બંને એક્ટ્રેસ દરરોજ ફોટોગ્રાફરોને ખખડાવતી જોવા મળે છે. દરેકની ફેવરિટ કિઆરા પર્સનલ સ્પેસ જાળવી રાખે છે
સેશનમાં વરિન્દરે આગળ કહ્યું કે સારા અલી ખાન ઘણા પેપ્સની ફેવરિટ છે. કેટરિના કૈફ જરાય ઉદ્ધત નથી. આ બધાની વચ્ચે કિઆરા અડવાણી પોતાની પર્સનલ સ્પેસ જાળવી રાખે છે. અજય દેવગનને ફેક કહ્યો
આ સેશનમાં વરિંદરે અજય દેવગન વિશે સૌથી ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જ્યારે ફોટોગ્રાફરને પૂછવામાં આવ્યું કે બોલિવૂડમાં સૌથી 'ફેક' (નકલી) કોણ છે? તો જવાબમાં તેણે અજય દેવગનનું નામ લીધું. મેનેજર-પીઆર ફોટા કાઢી નાખવા વિનંતી કરે છે
વરિન્દરે એ પણ જણાવ્યું કે ઘણા સેલેબ્સના મેનેજર અને પીઆર તેમને ફોટા અને વીડિયો ડિલીટ કરવાની વિનંતી કરે છે. તેમણે કહ્યું કે બિપાશા બસુના પતિ કરણ સિંહ ગ્રોવરે એક ઈવેન્ટમાં પેપ્સ સાથે અભદ્ર ઈશારો કર્યો હતો. બાદમાં તેમની ટીમે પેપ્સને વિનંતી કરી કે તે ફોટા અને વીડિયો શેર ન કરે. અગાઉ સાઉથના કલાકારોને ફેક કહેવામાં આવતા હતા
આ પહેલાં વરિંદરે 'હિન્દી રશ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ કેટલાક ખુલાસા કર્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ સૌથી ફેક છે. આ સમય દરમિયાન તેમણે ખાસ કરીને જુનિયર એનટીઆર, મહેશ બાબુ અને વિજય દેવરકોંડાનો ઉલ્લેખ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.