વ્હાઈટ કેન ડે ની ઉજવણીના ભાગરૂપે સિહોરમાં અનોખા સેવા યજ્ઞના પ્રારંભ 25 દિવ્યાંગ બહેનોને તાલીમ બાદ સિલાઈ મશીન અર્પણ કરાશે - At This Time

વ્હાઈટ કેન ડે ની ઉજવણીના ભાગરૂપે સિહોરમાં અનોખા સેવા યજ્ઞના પ્રારંભ 25 દિવ્યાંગ બહેનોને તાલીમ બાદ સિલાઈ મશીન અર્પણ કરાશે


અંધજન મંડળ અમદાવાદ દ્વારા સમસારા શીપીંગ કંપની પ્રા.લી.મુંબઈના આર્થિક સહયોગથી રાજ્યની દિવ્યાંગ બહેનો માટે ચાલતા સિલાઈ મશીન ટ્રેનીંગ પ્રોગ્રામ અંતર્ગત આજે તા.૧૫ ઓકટોબરના રોજ ભાવનગર જીલ્લાના સિહોર મુકામે તાલુકા વિકાસ અધિકારીશ્રી વામનગીરી બાપુનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી સીવણ ક્લાસનો આરંભ કરવામાં હતો. આ પ્રસંગે શ્રી લાભુભાઈ સોનાણી લિખિત ‘અનુભવનો ઉજાસ’, ‘જીવનનો ધબકાર-મારી સ્મરણ યાત્રા’ અને ‘લાગણીનો દસ્તાવેજ’ પુસ્તક દ્વારા પધારેલા મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. શ્રી મિલનભાઈ કુવાડીયા (પ્રમુખશ્રી, ભાવનગર જીલ્લા પત્રકાર પરિષદ)એ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. જયારે સમસારા શીપીંગ કંપની પ્રા.લી મુંબઈનો પરીચય ભાવનગર ઓફીસના નિષ્ઠાબેન સોનાણીએ આપ્યો હતો. આ પ્રસંગે સમસારા ગ્રુપનાં સી.ઈ.ઓ. એન્ડ ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી મુકેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે રાજ્યની ૧૦૦૮ દિવ્યાંગ બહેનોને પગભર બનાવવા આ યજ્ઞ મારા જીવન સાથી હીનાબેન ઓઝાની લાગણીથી શરૂ કરાયેલ યજ્ઞ અનેક લોકોનાં જીવનમાં અજવાળા પાથરી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ ૬૪૫ દિવ્યાંગ બહેનોને નિ:શુલ્ક ૧૦ દિવસીય તાલીમ આપી સિલાઈ મશીનો અર્પણ કરવામાં આવ્યા છે. એન.એ.બી. ભાવનગર જીલ્લા શાખાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ સંસ્થાના ભાવી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આજે વિશ્વ વ્હાઈટ કેન ડે છે. અંધજનોની સલામત યાત્રા માટે આમ જનતામાં જાગૃતિ લાવવા વર્ષ ૧૯૬૪ W.H.O દ્વારા વ્હાઈટ કેન ડે ની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે આપણે સૌ આ સેવાયજ્ઞમાં એકત્રિત થયા છીએ ત્યારે આપ સૌને જીવનની સલામત યાત્રાની શુભેચ્છા પાઠવું છું. ભાવનગર જીલ્લાની દિવ્યાંગ બહેનોને રોજગારની વધુ તક મળી રહે તેવા હેતુથી આગામી સમયમાં ભાવનગરના ઘોઘા ખાતે વધુ એક સિલાઈ મશીન તાલીમ કાર્યક્રમ યોજવામાં આવશે. અત્યાર સુધીમાં ભાવનગર, વલ્લભીપુર, પાલીતાણા, ગારીયાધાર, મહુવા ખાતે આવા કાર્યક્રમો યોજાઈ ચુક્યા છે. જેમાં ૧૫૦ થી વધુ દિવ્યાંગ બહેનોને સિલાઈ મશીન આપવામાં આવ્યા છે. આ પ્રસંગે ઓનલાઈન માધ્યમથી શ્રી ભુષણ પુનાની (જનરલ સેક્રેટરી, અંધજન મંડળ અમદાવાદ), શ્રી નંદીનીબેન રાવલ (ડાયરેક્ટર, બી.પી.એ અમદાવાદ), તેમજ શ્રી હરીશભાઈ પવાર (પ્રમુખશ્રી, સિહોર મારું કંસારા જ્ઞાતિ), શ્રી અંતુભાઈ પરમાર (ચેરમેનશ્રી, સિહોર મર્કન્ટાઈલ બેંક), શ્રી હસમુખભાઈ ધોરડા (ટ્રસ્ટીશ્રી, એન.એ.બી ભાવનગર),ઉપસ્થિત રહ્યા હતા. ૧૦ દિવસીય તાલીમી સેમીનારમાં સિહોરના YYP યુવા યુગ પરિવાર ટ્રસ્ટ અને તેના સંચાલક શ્રી મલયભાઈ રામાનુજ અવિરત રીતે સેવા આપી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ જોશી (ડેપ્યુટી ડાયરેક્ટર, બી.પી.એ.અમદાવાદ)એ કર્યું હતું. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.