અખિલ ભારતીય શાળાકીય રમતસ્પર્ધામાં બોટાદની શાળા નંબર ૧૩ની ઐતિહાસિક બેવડી સિદ્ધિ
(કનુભાઈ ખાચર દ્વારા )
આજરોજ લાઠીદડ મુકામે સ્પોર્ટસ ઑથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,બોટાદ આયોજિત ૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા ( SGFI) અંતર્ગત યોજાયેલ જિલ્લા લેવલની એથ્લેટિક્સ સ્પર્ધામાં નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી સુભાષચન્દ્ર બોઝ પ્રા.શાળા નં 13,બોટાદમાંથી ઊંચી કૂદમાં જિલ્લા લેવલે ઉકડીયા તાનીયા (પ્રથમ નંબર) અને 80 મીટર દોડમાં જિલ્લા લેવલે વાળા માનસી ( દ્વિતીય નંબર) મેળવી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદ થવા બદલ આચાર્યશ્રી અને સમગ્ર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યાં. સાથે સાથે માર્ગદર્શક દીપ્તિબેનને પણ શાળા પરિવાર વતી અભિનંદન આપવામાં આવ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.