બાઈક સવાર મહિલાના ગળામાંથી સોનાના પેન્ડલ સહિતના ચેઈનની તફડંચી
રણુજા મંદિર પાસે સોમનાથ પાર્કમાં રહેતું દંપતી મેરેજ એનિવર્સરીએ ગોંડલ રોડ પર આવેલી હોટલે જમવા માટે જતું હતું, દરમિયાન રસ્તામાં રણછોડદાસ બાપુના આશ્રમ નજીક આનંદનગર મેઇન રોડ પર ડબલ સવારી બાઈકમાં આવેલી સમડીએ મહિલાના ગળામાં ઝોંટ મારી રૂ. 40,000 ની કીંમતનો ચેન અને રૂ.
7000 નું પેન્ડલ આંચકી ગયા અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે રણુજા મંદિર પાછળ કોઠારીયા મેઇન રોડ પર સોમનાથ પાર્ક શેરી નંબર છ માં રહેતા અશોકભાઈ રવજીભાઈ રાઠોડ(ઉ.વ 65) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેમની મેરેજ એનિવર્સરી હોય જેથી પરિવારના સભ્યો બહાર હોટલમાં જમવાનું નક્કી કર્યું હતું અને નવેક વાગ્યા આસપાસ ફરિયાદી પોતાનું બાઈક લઈ પત્ની સાથે ગોંડલ રોડ પર પાઇનવીટા હોટલમાં જમવા માટે નીકળ્યા હતા તેમની સાથે તેમના બંને દીકરાઓ અલગ અલગ બાઈકમાં નીકળ્યા હતા.
દરમિયાન કોઠારીયા મેઇન રોડ પર આનંદનગર મેઇન રોડ પાસે રણછોડદાસ બાપુ આશ્રમ આર.એમ.સી કોમ્યુનિટી હોલ પાસે પહોંચતા ડબલ સવારીમાં ધસી આવેલી સમડીએ મહિલાના ગળામાં ઝોંટ મારી તેમણે પહેરે સોનાનો ચેન અને પેન્ડલ આંચકી લીધું હતું. જેથી ફરિયાદીએ બાઇક સાઈડમાં ઊભું રાખ્યું હતું. બાદમાં તુરંત જ મોટી દીકરીને ફોન કર્યો હતો અને ત્યારબાદ તેઓ અહીં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા.
જેમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખસોએ મહિલાના ગળામાં ઝોંટ મારી રૂ.40,000 ની કિંમતનો સોનાનો ચેઇન અને રૂ. 7,000 ની કિંમતનું પેન્ડલ આંચકી ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
