જસદણમાં મંત્રી બાવળીયાના પ્રયાસોથી રાજાશાહી પછી પ્રથમ વાર બની રહેલ પાલિકાના નવા બિલ્ડીંગમા નબળુ કામ નહી ચાલૅ : ચેમ્બર પ્રમુખ ધાધલ, પૂર્વ કોર્પોરેટર ચોહલીયા તથા ચૌહાણએ વિઝીટ કરી
જસદણમાં મંત્રી બાવળીયાના પ્રયાસોથી રાજાશાહી પછી પ્રથમ વાર બની રહેલ પાલિકાના નવા બિલ્ડીંગમા નબળુ કામ નહી ચાલૅ : ચેમ્બર પ્રમુખ ધાધલ, પૂર્વ કોર્પોરેટર ચોહલીયા તથા ચૌહાણએ વિઝીટ કરી
જસદણ નગરપાલિકાના નવા બની રહેલા અધ્યતન બિલ્ડીંગની જસદણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોકભાઈ ધાધલ તથા પૂર્વ જાગૃત કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા તેમજ એટ ધીસ ટાઇમના હર્ષદભાઈ ચૌહાણ સહિતનાઓએ વિઝીટ કરી બાંધકામની જાત માહિતી મેળવી હતી. સાથે કોન્ટ્રાક્ટર પાસે ટેન્ડરની કોપી માંગવામાં આવી હતી અને ટેન્ડર મુજબ કામ કરવા જણાવ્યું હતું જસદણ વિછીયાના લોકપ્રહી ધારાસભ્ય અને રાજ્ય સરકારના જાગૃત કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયાના પ્રયાસોથી આજે કરોડો રૂપિયાના ખર્ચે બે હેકરમાં અધ્યતન નગરપાલિકાનું નવું બિલ્ડીંગ આકાર લઇ રહ્યું છે તેની વિઝીટ માટે પહોંચેલા આગેવાનોએ પ્રથમ તો મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા નો કોટી કોટી આભાર પ્રગટ કર્યો હતો અને જણાવ્યું હતું, કે જસદણ નગર પંચાયત ભાદરના કાંઠે હતી અને ત્યારબાદ રાજાશાહી પછી પાલિકાનું બિલ્ડીંગ બનાવવા માટે કોઈના કોઈ વિઘ્ન આવતા હતા અને નગરપાલિકા જૂની નગરપાલિકા ખંઢેર જેવી થઈ જતા તેને પ્રથમ તો જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ કોઈ કારણોસર જૂની માર્કેટિંગ યાર્ડમાં જૂની મામલતદાર કચેરીમાં આવી અને તે જૂની મામલતદાર કચેરી પણ ભૂત બંગલા જેવી હોય ફરી ત્યાંથી જૂના માર્કેટિંગ યાર્ડમાં ફેરવવામાં આવી છે હવે હાલ જસદણ ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રયત્નોથી કરોડો રૂપિયાના ખર્ચે આશરે બે એકર જમીનમાં સાડા ત્રણ કરોડના ખર્ચે અધ્યતન નવી નગરપાલિકા બનવાનું કામ શરૂ છે તેની જાત તપાસ કરતા અત્રે તો કામ સારું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ચેમ્બર પ્રમુખ અશોકભાઈ ધાધલ તથા પૂર્વ કોર્પોરેટર નરેશભાઈ ચૉહલીયા ઍ કોન્ટ્રાક્ટર પાસે ટેન્ડરની કોપી માંગેલ છે અને રાજાશાહી પછી દાયકાઓ બાદ આ બિલ્ડીંગ બનતું હોવાથી કોઈપણ પ્રકારનું નબળું કામ ચલાવી લેવામાં આવશે નહીં તેવી પણ ચીમકી ઉચ્ચારીર હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.