ચોરીની રીક્ષા સાથે એક આરોપીને દબોચી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી સાહેબે એલસીબના પીએસઆઇ જી એસ સ્વામી તથા વિજયસિંહ પરમાર સહિત સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા ઘરફોડ ચોરી તથા સાદી ચોરીઓના અનડીટેક ગુનાઓ શોધી કાઢવા સુચના મુજબ તા.૨૧/૦૯/૨૦૨૩ ના રોજ પેટ્રોલીંગમા દરમ્યાન એલસીબી. પીએસઆઇ જી.એસ.સ્વામી તથા એલસીબી ટીમે આરોપીને તાત્કાલીક શોધી કાઢવા માટે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી કાર્યવાહી હાથ ધરી અને ઉંડાણ પુર્વકની તપાસના અંતે ચોકકસ હકીકત મેળવી આરોપી અનિલ ઉર્ફે કાળુ સન/ઓફ રમણીકભાઇ મકવાણા રહે, હનુમાનચોક જોરાવરનગર સુરેન્દ્રનગર વાળાને સુરેન્દ્રનગર ગોકુલ હોટલ પાસે આવેલ પુલ નીચેથી સી.એન.જી રીક્ષા GJ 03 AW 6046 એન્જીન નંબર-24MBUF66745 ચેસીસ નંબર- MD2AA24ZZUWF54882 વાળી કી.રૂ.૩૦,૦૦૦ વાળી સાથે ઝડપી કબ્જે કરેલ છે અને ઇસમે રીક્ષા કયાથી કેવી રીતે લાવવા અંગે પુછતા મજકુર ઇસમે આજથી પચ્ચીસેક દીવસ પહેલા રાજકોટ બસ સ્ટેશન રોડ ઉપરથી ચોરી કરેલની કબુલાત આપતા મજકુર ઇસમની અટક કરી આગળની કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર બી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.