ખંભે રાખેલ દાતરડું રીક્ષામાં ફસાતા પ્રૌઢનું ગળુ કપાતા ઘટના સ્થળે જ મોત
રાજકોટના આજી જીઆઈડીસી પાસેના અમુલ ઈન્ડટ્રીઝ પાસે એક વિચિત્ર બનાવ બન્યો હતો. પ્રૌઢે ખંભે રાખેલ દાતરડું રીક્ષામાં ફસાતા પ્રૌઢનું ગળુ કપાતા ઘટના સ્થળે દમ તોડી દિધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ પશુપાલક પ્રૌઢે ખંભે રાખેલ દાતરડું રીક્ષામાં ફસાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતાં. બનાવ અંગે પોલીસને જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં મૃતક ગોંડલ રોડ ઉપરના યુવરાજનગરમાં રહેતા સંગ્રામભાઈ વેલસીભાઈ સાડમિયા (ઉ.વ.51) હોવાનું જાણવા મળ્યું હતું. ગઈ કાલે
આજી જીઆઈડીસી પાસે પ્રૌઢ પોતાના ખંભે દાતરડું રાખી જતાં હતા. તે દરમ્યાન રીક્ષામાં દાતરડાનો પાછળનો ભાગ રીક્ષામાં ફસાઈ જતાં આધેડનું ગળુ કપાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. બનાવના પગલે પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. પ્રૌઢના મોતથી છ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.