*દાહોદ શહેરી વિસ્તારમાં તાવના દર્દીઓ શોધવાની કામગીરી કરવામાં આવી**સ્લમ વિસ્તારમાં ૩૮ ટીમો દ્વારા ૪૮૪૩ જેટલાં ઘરોમાં કામગીરી હાથ ધરાઈ* - At This Time

*દાહોદ શહેરી વિસ્તારમાં તાવના દર્દીઓ શોધવાની કામગીરી કરવામાં આવી**સ્લમ વિસ્તારમાં ૩૮ ટીમો દ્વારા ૪૮૪૩ જેટલાં ઘરોમાં કામગીરી હાથ ધરાઈ*


દાહોદ : દાહોદના શહેરી વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અને મેલેરીયા શાખા તરફથી દિવાળીના તહેવાર અગાઉ વાહક જન્ય રોગ ન વધે તે હેતુસર તારવેલા સ્લમ એરીયા /પ્રોબ્લેમેટીક એરિયામાં આગોતરું આયોજન કરી તાવના દર્દીઓ શોધવાનું તેમ જ એન્ટીલાર્વલ કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે દરમ્યાન ૩૮ ટીમો દ્વારા સર્વેન્સ કરી ૪૮૪૩ જેટલાં ઘરોની ચકાસણી કરી કામગીરી કરવામાં આવી હતી. જેમાં ફક્ત ૫ જ તાવના દર્દીઓ મળ્યા હતા. એન્ટીલાર્વલ કામગીરી કરી એરિયામાં આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સર્વેલન્સ કામગીરી આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનદ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટર :-ઝેની શેખ


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.