ભગવતીપરામાં કલરકામ કરવા બાબતે આઘેડ પર બે શખ્સનો હુમલો
રૂખડીયાપરામાં રહેતાં રજાકભાઈ બચુભાઈ પઠાણ (ઉ.વ.42) ને ભગવતીપરામાં હુશેની પાન પાસે બે શખ્સોએ પાઈપથી ફટકારતા સારવારમાં ખસેડાયા હતો. બનાવની વિગત અનુસાર, રજાકભાઈ મકાનમાં કલર કરવાનું કામ કરે છે. જેને ભગવતી પરામાં રહેતા યુનુસના ઘરના કલરનું કામ રાખેલ હતું જ મામલે યુનુસ અને તેની સાથેના ઈરદાને તું કલર કામ કરવા કેમ આવ્યો નહી ઝઘડો કરી પ્લાસ્ટીકના પાઈપથી ફટકાર્યો હતો. જેમાં રજાકભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.