નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોના ઘરોએ વીજ જોડાણોની નેત્રંગ પોલીસ તેમજ વીજ અધિકારીઓ દ્વારા ચકાસણી કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી
ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ જિલ્લાના અલગઅલગ પોલીસ સ્ટેશનોના વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનું લિસ્ટ બનાવી તેઓના વિરૂધ્ધ ૧૦૦ કલાકની અંદર કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,જેના અનુસંધાને નેત્રંગ પીઆઇ આર.સી.વસાવા દ્વારા નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનુ લિસ્ટ તૈયાર કરીને તેઓના ઘરે વીજ જોડાણોની તપાસ કરવા વીજ કંપનીના અધિકારીઓની ટીમ તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખીને આવા ઇસમો (૧) મોહનભાઇ કિશનભાઈ વસાવા રહે.નેત્રંગ જિ.ભરૂચ, (૨) હસમુખભાઇ મંગાભાઇ વસાવા રહે.ભાઠા કંપની નેત્રંગ તા.નેત્રંગ જિ.ભરૂચ, (૩) જનકભાઇ રતનભાઇ વસાવા રહે.ચીકલોટા તા.નેત્રંગ જિ.ભરૂચ, (૪)રમેશભાઇ ઉર્ફે કાબ્રો આલાભાઇ ભરવાડ રહે.જવાહર બજાર નેત્રંગ જિ.ભરૂચ, (૫) ભરતભાઇ છેલીયાભાઇ વસાવા રહે. ચન્દ્રવાણ તા.નેત્રંગ જિ.ભરૂચ તેમજ (૬) ગીતાબેન સતિષભાઇ વસાવા રહે.નેત્રંગ દામલા કંપની જિ.ભરૂચના ઘરોએ જઇને વીજ અધિકારીઓ દ્વારા તેમના વીજ જોડાણોની ચકાસણી કરતા (૧) મોહનભાઇ કિશનભાઈ વસાવા રહે.નેત્રંગના ઘરે વીજ મીટરમાં વીજ ઓવર લોડર ૨.૮ કિલો વોટનો વધુ જણાઈ આવતા રૂપિયા ૧૦,૦૦૦/-નો દંડ કરવામાં આવ્યો હતો. (૨) હસમુખભાઇ મંગાભાઇ વસાવા રહે.ભાઠા કંપની નેત્રંગના ઘરે વીજ મીટર જણાયું નહતું અને તેઓના ઘરમાં વીજળી માટે વીજવાયર ઉપર લંગરીયા નાંખીને વીજળી લીધેલ હોવાનું જણાયું હતું, જેથી રૂપિયા ૧૫૦૦૦/-નો દંડ કરીને સ્થળ ઉપરથી સર્વિસ વાયર જમા લીધેલ હતો. તેમજ (૩) જનકભાઇ રતનભાઇ વસાવા રહે. ચીકલોટા તા.નેત્રંગ જિ.ભરૂચના ઘરે વીજ મીટર જણાય આવેલ નહતું અને તેઓના ઘરમાં વીજળી માટે વીજવાયરના લંગરીયા મળી આવેલ નહી પરંતુ સર્વિસ વાયર વીજ વાયરની નીચેથી મળી આવેલ હોય સર્વિસ વાયર જમા લેવામાં આવેલ.વીજ અધિકારીઓ તરફથી ગેરકાયદેસર જણાયેલ વીજ જોડાણો બાબતે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
