પૂ. મોરારિબાપુની રામકથામાં સ્વામી રામદેવ (પતંજલિ યોગ વિદ્યાપીઠ) ખાસ ઉપસ્થિત રહેશે. - At This Time

પૂ. મોરારિબાપુની રામકથામાં સ્વામી રામદેવ (પતંજલિ યોગ વિદ્યાપીઠ) ખાસ ઉપસ્થિત રહેશે.


પૂ. મોરારિબાપુની રામકથામાં સ્વામી રામદેવ (પતંજલિ યોગ વિદ્યાપીઠ) ખાસ ઉપસ્થિત રહેશે.

સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં ૨૩ નવેમ્બરથી ૧ ડીસેમ્બર પૂ. મોરારિબાપુની ૯૪૭ મી રામ કથાનો પ્રારંભ

વૃક્ષો અને વડીલો માટે થઇ રહ્યું છે રામકથાનું આયોજન

રાજકોટમાં ૧૨ વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા ૨૩ નવેમ્બરથી શરુ થઈને ૧ ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ ૧ લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. વરિષ્ઠ નાગરીકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ,પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવાનો પ્રત્યન થશે. પૂ. મોરારીબાપુની સમગ્રપણે ૯૪૭ મી રામકથા યોજાશે.વૃક્ષો અને વડીલો બંને છાયા આપે છે. પરિવારમાં જયારે વડીલ હોય ત્યારે માથા પર તેમની છત્રછાયા હોય તેવો અનુભવ થાય છે અને વૃક્ષો પણ છાયા આપે છે. આ કથાનું આયોજન વૃક્ષો અને વડીલો માટે કરવામાં આવ્યું છે. અગાઉ રાજકોટમાં મોરારીબાપુની સૌ પ્રથમ રામકથા ૧૯૭૬ માં થઇ હતી ત્યારબાદ ૧૯૮૨, ૧૯૮૬ અને એ પછી ૧૯૯૮ માં માનસ મુદ્રિકા, ૨૦૦૭ માં માનસ વાલ્મિકી,૨૦૧૨ માં માનસ હરિહર નામે રામકથા યોજાઈ હતી.સ્વામી રામદેવ પતંજલિ યોગવિદ્યાપીઠનાં સ્થાપક છે. તેમનું મુખ્ય કાર્યાલય હરિદ્વારમાં આવેલું છે. યોગ ગુરુ બાબા રામદેવે યોગાસનને જનતામાં લોકપ્રિય બનાવવાનુ તેમજ આયુર્વેદિક ચિકિત્સા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું છે.
સંસ્કાર, સંસ્કૃતિ અને સેવાનાં સિંચન સમા આ રામકથા આયોજનમાં બાબા રામદેવ હાજરી આપવાના છે.
સદભાવના વૃદ્ધાશ્રમ નાં લાભાર્થે તા.૨૩ નવેમ્બર–૨૦૨૪ થી તા. ૦૧ ડીસેમ્બર-૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.9664851738 પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.