ટ્રેનિંગ પોગ્રામ અંતર્ગત નીગાળા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો જનડા શાળાની મુલાકાત લીધી
ટ્રેનિંગ પોગ્રામ અંતર્ગત નીગાળા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો જનડા શાળાની મુલાકાત લીધી
તારીખ 1 ફેબ્રુઆરી 2024ને ગુરુવારના રોજ નિંગાળા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો સરકારદ્વારા ચાલતો ટ્રેનિંગ પ્રોગ્રામ થકી જનડા પ્રાથમિક શાળાની મુલાકાતે પધાર્યા હતા.આ પ્રોગ્રામ અંતર્ગત સૌપ્રથમ જનડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા નિંગાળા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો પ્રાર્થના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.જનડા પ્રાથમિક શાળાની વર્ગની શૈક્ષણિક પદ્ધતિઓ વર્ગ-અવલોકન દ્વારા સમજ્યા હતા.આ ઉપરાંત વર્ગ કાર્ય દરમિયાન શાળામાંથતી પ્રવૃત્તિઓ જેમ કે પ્રોજેક્ટ,ઈકોકલાબ,સ્વસ્છતા,રમતનું મેદાન વગેરે પ્રવૃત્તિથી તેઓ પ્રત્યક્ષ નિહાળી અવલોકન કરી સમજ પ્રાપ્ત કરી હતી આ ઉપરાંત શાળામાં રામહાટ,અક્ષયપાત્ર,ખોયા-પાયા,ફરિયાદ પેટી, ખુલ્લુ પુસ્તકાલય,બગીચો,ક્રિડાંગણ,ઔષધ બાગ,શાળા પ્રાર્થના ખંડ વગેરેનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી અભ્યાસ કરી સમજ પ્રાપ્ત કરી હતી અને તે કાર્ય પોતાની શાળામાં કેવી રીતે અપનાવી શકાય તે અંગે મુલાકાત દરમિયાન શાના આચાર્ય મનુભાઈ દ્વારા સમજણ આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે "ચપટી દાણાનો પ્રયોગ પ્રત્યક્ષ પ્રેક્ટીકલ જ્ઞાન દ્વારા વિદ્યાર્થીનીઓને શીખવવામાં આવ્યો હતો,અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે સમજ આપવામાં આવી હતી.શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.અંતે રમત ગમતમાં ભાગ લઈ છૂટા પડ્યા હતા.આમ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત શાળાની મુલાકાત નિંગાળા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ માટે યાદગાર રહ્યો હતો.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.