મહીસાગર જીલ્લા માં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણ વાળો કેસ આવ્યો સામે.. - At This Time

મહીસાગર જીલ્લા માં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણ વાળો કેસ આવ્યો સામે..


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુના રાબડીયા ગામે પાંચ વર્ષની બાળકીમાં જોવા મળ્યા હતા ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણ.. આ બાળ દર્દીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.. જ્યાં આ ચાદીપુરમ રોગનાં લક્ષણો વાળી બાળકીનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.મહીસાગર જીલ્લામાં ચાદીપુરમ રોગનાં લક્ષણો વાળી બાળકીનું મોત થવાનાં બનાવથી જીલ્લાનું વહીવટી તંત્રને જીલ્લાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવેલ જોવા મળે છે.
અને આરોગ્યની અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જુના રાબડીયા ગામે સર્વે હાથ ધરવામાં આવેલ છે.મહીસાગર જિલ્લામાં ચાદીપુરમ રોગનાં પ્રવેશ થી જનતામાં ફફડાટ જોવા મળે છે. ત્યારે આ રોગ વધુ પ્રસરે નહીં તે માટે વહીવટી તંત્ર અને જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરીને આ રોગને આગળ વધતો અટકાવવા માટેનાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.