રોડ ક્રોસ કરતાં યુવાનને અજાણ્યાં વાહન ચાલકે હડફેટે લેતાં કમકમાટીભર્યું મોત
રાજકોટમાં પૂનિતનગરના ટાંકા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. રોડ ક્રોસ કરતાં 45 વર્ષીય જગદિશભાઇ ચાવડાને અજાણ્યાં વાહન ચાલકે હડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે 150 ફૂટ રિંગરોડ પર પુનીત નગર હાઉસીંગ બોર્ડ, ભારત નગરના ક્વાર્ટરમાં રહેતાં સંદિપભાઇ હરિભાઈ ચાવડાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે મજૂરીકામ કરે છે. તેમના મોટોભાઇ જગદિશભાઇ પણ તેમની સાથે રહે છે અને તે પણ મજુરીકામ કરતો હતો. તેમના પત્નીનું અવસાન થઈ ગયેલ છે અને સંતાનમાં બે બાળકો છે.
ગઇ કાલે રાતના દશેક વાગ્યે તે ઘરે હતો ત્યારે તેમના કાકા કેશુભાઈનો ફોન આવેલ અને જાણ કરેલ કે, તારા ભાઈ જગદિશનું એકસીડન્ટ મારા ઘર સામે 150 ફુટ રીંગ રોડ પૂનિત નગરના ટાંકા નજીક સેફટી મોલની સામે થયેલ છે, તેમ વાત કરતા તે તુરંત જ તેના કાકાના ઘરની સામે રોડ ઉપર દોડી જઈ જોતા તેમનો ભાઇ જગદિશ બેભાન હાલતમા પડેલ હતો અને તેના માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી.
નાક-કાનમાંથી લોહી નિકળતુ હતું. ઘટના સ્થળે હાજર માણસો પાસેથી જાણવા મળેલ કે, રાતના સાડા નવેક વાગ્યેની આસપાસ કોઈ અજાણ્યો વાહન ચાલક તેનુ વાહન પુરઝડપે ચલાવી જગદિશભાઈ રોડ ક્રોસ કરતા હતા તેને હડફેટે લઈ પછાડી દઇ માથાના ભાગે તથા શરીરે ગંભી ઇજા પહોંચાડી ભાગી ગયેલ છે. દરમિયાન 108 દોડી આવતાં 108 ના સ્ટાફે તપાસી તેમના ભાઈને મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી આવેલ અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે અજાણ્યાં વાહન ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. યુવાનના મોતથી બે સંતાનોએ થોડાં સમય પહેલાં માતાને ગુમાવ્યા બાદ પિતાનું પણ મોત થતાં અરેરાટી સાથે આક્રંદ છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
