ગૌપાષ્ટમીના દિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયોનું પૂજન કરવામાં આવશે. - At This Time

ગૌપાષ્ટમીના દિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયોનું પૂજન કરવામાં આવશે.


ગૌપાષ્ટમીના દિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયોનું પૂજન કરવામાં આવશે.

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ ગૌપાષ્ટમી દિવસે ગાય પૂજનનો કાર્યક્રમ આત્મીય સંકુલની ગૌશાળાની અંદર રાખેલ છે. સાથે મળીને ગાયને ચાંદલા કરી ગાયની પૂજા કરીને ઉજવણી સાથે મળી કરીએ.તારીખ : ૦૯/૧૧/૨૦૨૪, શનિવાર સમય : સવારે ૮ : ૩૦ કલાકે સ્થળ : આત્મીય કોલેજ ગૌશાળા ,કાલાવડ રોડ,રાજકોટ
“ગોપાષ્ટમી’’ એટલે ભગવાન શ્રીકૃષ્ણ પ્રથમ વખત ગાયો ચરાવવા ગયા હતા. તે પવિત્ર દિવસ. આ દિવસે ગાયમાતાનુ પૂજન એ આપણી હજારો વર્ષ જૂની પરંપરા છે. આ વર્ષ આપણે પણ સહપરિવાર સહભાગી બનીએ પૂજન ની પદ્ધતિ : સૌપ્રથમ ગાય માતાના આગળના પગને ધોવો ત્યારબાદ તિલક કરી પુષ્પ માળા પહેરાવીને અને સહ પરિવાર આરતી કરી ગોળ વગેરેથી ગાયમાતાને મીઠું મો કરાવવું. કારતક સુદ આઠમના દિવસે કૃષ્ણ ભગવાને ગાયો ચરાવવા જવાની શરૂઆત કરેલ હતી, ભારતીય સંસ્કૃતિમાં આ દિવસને ગાયના પૂજન કરીને ઉજવવામાં આવે છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.