વિરમગામ રેલ્વે પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા એક મળી આવેલ બીન વારસી બેગનો કબજો તેના વાલી-વારસોને સોંપતી  વિરમગામ રેલ્વે પોલીસ - At This Time

વિરમગામ રેલ્વે પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા એક મળી આવેલ બીન વારસી બેગનો કબજો તેના વાલી-વારસોને સોંપતી  વિરમગામ રેલ્વે પોલીસ


શ્રીપરીક્ષિતા રાઠોડ,ઈ.ચા.અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા શ્રી બલરામ મીણા, પોલીસ અધિક્ષક, પશ્વિમ રેલ્વે અમદાવાદ તથા શ્રી સી.પી.મુંધવા વિભાગીય પોલીસ અધિકારી પશ્વિમ રેલ્વે અમદાવાદ નાઓની સુચનાથી શ્રી વી.આઇ.દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેકટર વિરમગામ રેલ્વે પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ SHE ટીમના માણસો ગઇ તા.૦૩/૧૧/૨૦૨૪ નારોજ  સ્ટેશન ડ્યૂટીના પો.માણસો સાથે  વિરમગામ રે.સ્ટેશન ખાતે પેટ્રોલીંગમા ફરતા હતા તે દરમ્યાન કલાક ૧૭/૦૦ વાગ્યાની આસપાસ પ્લે.નં ૨ ઉપર એક કોલેજીયન બેગ બિનવારસી હાલતમા પડેલ હતુ જેથી આજુ બાજુના પેસેન્જરોને તથા સ્ટોલ ઉપર  પુછપરછ કરતા બેગના મુળ માલીક મળી આવેલ નહી જેથી બેગને પોલીસ સ્ટેશન ખાતે લાવી ખોલી જોતા તેમાંથી એક મો.ફોન મળી આવેલ જેમાંથી બેગના માલીકનો મોબાઇલ નંબર મળી આવતા તેઓનો સંપર્ક કરી તેઓનુ બેગ વિરમગામ રેલ્વે સ્ટેશન ખાતે આવી મેળવી લેવા સમજ કરેલ જેથી બેગના મુળ માલીક નામે સીદીયુ સ/ઓ ચારૂ જાતે.પીંગુવા ઉ.વ-૧૯ રહે.ગામ-કરંજીયા પોસ્ટ-પી.ઓ ગુમુરીયા થાના જગન્નાથ જયંતગઢ પશ્ચિમી સિંહ ભુમ ઝારખંડ વાળા નાઓ આજરોજ તા.૦૪/૧૧/૨૦૨૪ ના ક.૧૦/૦૦ વાગ્યે આવી બેગ બાબતે ખાતરી કરી તમામ સામાન સહી-સલામત છે. અને  જેઓએ બેગ ચોરી અંગેની ફરીયાદ કે અરજી કોઇ પણ પોલીસ સ્ટેશન ખાતે કરેલ ન હોય તેઓનુ વિગતવારનુ નીવેદન લઇ બેગનો કબજો જે તે હાલતમા સોપેલ છે જે મોબાઇલ ફોનનુ બિલ તેમજ આધાર કાર્ડ રજુ કરતા હોય જેમાંથી મો.ફોનના IMEI NO મોબાઇલ બીલ સાથે વેરીફાઇ કરતા જે બરાબર જણાઇ આવતા સદર મળી આવેલ મો.ફોન Infinix  કંપની નો મોડેલ નં. Smart 8 H.D જેનો IMEI NO (1)૩૫૪૦૭૯૮૩૨૮૦૧૮૯૪ જેની કિ.રૂ.૭૫૦૦/- ની મત્તાનો મોબાઇલ ફોન તથા રૂ.૧૦૦૦/- રોકડા કોલેજિયન બેગ સુપ્રત કરેલ છે. અને જે બાબતે તેઓને કોઈ ફરીયાદ ન હોય જેથી અત્રેના પોલીસ સ્ટેશનના તા.૦૪/૧૧/૨૦૨૪ ના સ્ટે.ડા એ.નં.૧૦/૨૦૨૪ ના ક.૧૦/૫૫  વાગ્યે નોંધ કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ કર્મચારી:- (૧) પો.હેડ કોન્સ./૪૪૮ ગંભીરસિંહ વીરસંગભાઇ (૨) પો.હેડ કોન્સ/૩૪૪ રાજુભાઇ જિલેશભાઇ (૩)વુ.એલ.આર/૨૨૫૪ નયનાબેન છનાભાઇ (૪)હોમગાર્ડ/૨૩૪૧ નીતીનભાઇ મુકેશભાઇ


7984814751
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image