જેતપુર ઉધોગ નો પાણી દરિયામાં છોડવા ની કાર્યવાહી મામલે મુખ્યમંત્રી ને યુથ કોંગ્રેસ દ્વારા રૂબરૂ રજુઆત કરાશે
બીજી ઓક્ટોબરે પોરબંદર આવી રહેલા મુખ્યમંત્રી ને મળવા દેવા અને સમય ફાળવે તે માટે જિલ્લા કલેકટર ને પત્ર લખી કરી માંગ*
ગોસા(ઘેડ) પોરબંદર. તા.૩૦/૦૯/૨૦૨૩ જેતપુર ઉધોગ નો પાણી દરિયામાં છોડવા ની કાર્યવાહી મામલે મુખ્યમંત્રી ને યુથ કોંગ્રેસ દ્વારા રૂબરૂ રજુઆત કરવામાં આવનાર છે જેના માટે બીજી ઓક્ટોબરે પોરબંદર આવી રહેલા મુખ્યમંત્રી ને મળવા દેવા અને સમય ફાળવે તે માટે જિલ્લા કલેકટર ને પત્ર લખી કરી માંગ કરી છે.
યુથ કોંગ્રેસ ના પ્રમુખ ધર્મેશ પરમારે જિલ્લા કલેકટર ને પત્ર લખી જણાવ્યું છે કે, જેતપુરના ઉદ્યોગોનું કેમીકલયુકત પાણી પોરબંદરના દરિયામાં છોડવામાં આવનાર છે અને તે બાબતે ઉચ્ચકક્ષાએ કાર્યવાહી ચાલી રહી છે. આ પાણી પોરબંદરના દરિયામાં છોડવામાં આવશે તો માછીમારો અને પોરબંદરવાસીઓ બરબાદીના ખપ્પરમાં હોમાય જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થનાર હોય જે અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીને આ બાબતે યોગ્ય નિર્ણય કરવા માટે અમારે રૂબરૂ રજુઆત કરી પ્રશ્નનો ઉકેલ આવે તે માટે આવેદન પાઠવવું છે.જેથી ગાંધી જયંતિ નિમિતે પોરબંદર ખાતે આવી રહેલા મુખ્યમંત્રીશ્રીને અમો ઉપરોકત બાબતે રૂબરૂ રજુઆત કરી શકીએ તે માટે મંજુરી આપવા અને મુખ્યમંત્રીશ્રીનો કિંમતી સમય ફાળવવા વિનંતી. આજ ની રજુવાત
ધર્મેશ પરમાર હરીશકોટીયા કિશોર ગરેજા ચિરાગ ડાભી હાજર રહ્યા હતા
રિપોર્ટર:વિરમભાઇ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.