પંચમહાલ માં “આપ”ના સંગઠનને તાકાત આપવા ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા ૧૭ તારીખે પંચમહાલની મુલાકાતે
ઘોઘંબા, હાલોલ, ગોધરા અને મોરવા હડફ માં "આપ"ના કાર્યકરો સાથે બેઠક સંગઠનને તાકાત આપવા ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા ૧૭ તારીખે પંચમહાલની મુલાકાતે
સ્થાનિક ચૂંટણીમાં પંચમહાલ જિલ્લામાં "આપ" નો ઉદય થશે તેવો પાર્ટીને આશાવાદ
ગુજરાત આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના કાર્યકારી પ્રમુખ તથા દેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવનાર હોવાના સમાચાર છે.
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તથા કાર્યકરો સાથે સંગઠનલક્ષી ચર્ચા તથા આવનારી તાલુકા જિલ્લા પંચાયત તથા નગરપાલિકા ની ચૂંટણી અંગેની તૈયારીઓ કરવા પાર્ટીના કાર્યકારી પ્રમુખ તારીખ ૧૭ ને બુધવારના રોજ પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાલુકા, જિલ્લાના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે અને જર માહિતી માર્ગદર્શન આપશે જે કાર્યક્રમ વિશે જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે કે ૧૭ તારીખને બુધવારના રોજ ઘોઘંબા તાલુકાના કાર્યકરો સાથે સવારના ૧૦ કલાકે તથા બપોરના ૧૨ કલાકે હાલોલ તથા બપોરના ૨ કલાકે ગોધરા અને સાંજના ૪ કલાકે મોરવા હડફ તાલુકાઓમાં તાલુકાના સર્કીટ હાઉસોમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ તથા કાર્યકરો પોતાના તાલુકાની બેઠકમાં હાજરી આપશે આ કાર્યક્રમથી લોકોમાં ઉત્સાહ આવ્યો છે જિલ્લામાંથી ઘણા લોકો પાર્ટીમાં જોડાવાના છે તથા ઘણા કાર્યકરો ચૈતરભાઇ ને મળવા ઉત્સુક છે.ગોધરા સર્કીટ હાઉસ ખાતે બપોરના ૨ કલાકે જિલ્લાની સ્થાનિક સમસ્યાઓ વિશે પણ પ્રેસ કોન્ફરન્સ કરશે અને મિડિયા સામે વાત મૂકશે જેથી જિલ્લાના તમામ મિડિયાને પણ આમંત્રણ આપવામાં આવશે તેવી માહિતી જિલ્લા પ્રમુખ દ્વારા આપવામાં આવી છે.
રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.