૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોની મફત સારવાર PM મોદી એ વડીલો ને આપી અનુપમ ભેટ PM-JAY યોજના ની માહિતી આપતા અગ્રણી રફીકભાઈ હુનાણી
૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોની મફત સારવાર PM મોદી એ વડીલો ને આપી અનુપમ ભેટ PM-JAY યોજના ની માહિતી આપતા અગ્રણી રફીકભાઈ હુનાણી
દામનગર કેન્દ્ર સરકાર નો જન કલ્યાણી નિર્ણય ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોની મફત સારવાર, PM મોદીએ આપી અનુપમ ભેટ ગત ૨૯ ઓક્ટોબરે આયુર્વેદ દિવસની પણ ઉજવણી કરવામાં આવી રહી હતી. આ ખાસ અવસર પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરોડો લોકોને ભેટ આપી છે. PM મોદીએ PM-JAY યોજનાનો વ્યાપ વધાર્યો છે.૭૦ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે મફત સારવાર પીએમ મોદીએ આયુષ્માન યોજનાના નવા તબક્કાની શરુઆત કરી છે. હવે ૭૦ વર્ષથી વધારે ઉંમરના દેશના તમામ વૃદ્ધોની આયુષ્માન યોજના હેઠળ મફત સારવાર થઈ શકશે. આ યોજના હેઠળ તેમને પાંચ લાખની મફત સારવાર મળી જશે. જેનો લાભ દેશ ભર માં ૬ કરોડ થી વધુ વડીલોને ફાયદો થશે.
આ યોજનાથી દેશના ૬ કરોડથી વધુ વડીલોને ફાયદો થશે. અત્યાર સુધી આ યોજનામાં માત્ર નબળા આવક જૂથના પરિવારોને જ સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ હવે વૃદ્ધો માટે આવી કોઈ આવક મર્યાદા રહેશે નહીં. દિલ્હીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ઘણા વૃદ્ધોને કાર્ડ આપ્યા.આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને અન્ય ઘણા મંત્રીઓ અને અધિકારીઓ પણ હાજર હતા.શું છે આયુષ્માન ભારત યોજના? : વડાપ્રધાન મોદીએ આ યોજના ૨૦૧૮ માં શરૂ કરી હતી. આ હેઠળ, યોજનાની સીમારેખામાં આવનાર દરેક વ્યક્તિને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે . આ યોજના હેઠળ દરેક પાત્ર વ્યક્તિ પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. આ યોજના હેઠળ કુલ ૨૯૬૪૮ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી શકે છે. આ યોજના હેઠળ, અગાઉ લગભગ ૧૭૬૦ રોગોની સારવાર થઈ શકતી હતી, જેમાંથી પછીથી ૧૯૬ રોગો દૂર કરવામાં આવ્યા હતા. આ યોજના હાલમાં દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સિવાય ૩૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચલાવવામાં આવી રહી છે.
કયા રોગોની સારવાર કરી શકાય છે ?આયુષ્માન ભારત યોજના હેઠળ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા કેન્સર, હૃદય રોગ, કિડની સંબંધિત રોગો, કોરોના, મોતિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ જેવા ગંભીર રોગોની સારવાર કરી શકાય છે. કેવી રીતે અરજી કરવી ? આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવવા માંગો છો, આયુષ્માન એપ ડાઉનલોડ કરો. લોગીન કરવા માટે તમારે તમારો ફોન નંબર આપવો પડશે. લોગ ઇન કર્યા પછી, સૌથી પહેલા તપાસો કે તમે આ યોજના માટે પાત્ર છો કે નહીં. જો તમે પાત્રતા તપાસ્યા પછી આગળ વધશો, તો એક OTP આવશે. તેને ભરો, આ પછી સ્ક્રીન પર સ્ટેટ્સનો વિકલ્પ દેખાશે. તેમાંથી તમારું શહેર પસંદ કરો અને બધી જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો. આ પછી જ આયુષ્માન કાર્ડ બનાવવા માટે પાત્ર બનશે. આ કાર્ડ વેબસાઈટ pmjay.gov.in પર પણ બનાવી શકાય છે. આમાં જે મહત્વના દસ્તાવેજો પૂછવામાં આવશે તેમાં આધાર કાર્ડ, કાયમી સરનામાનો પુરાવો, રેશનકાર્ડ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો હશે.સરળ સહજતા થી વડીલો માટે ઉપકારક આ યોજના અંગે વિસ્તૃત માહિતી આપતા ભારતીય જનતા પાર્ટી ના અગ્રણી રફીકભાઈ હુનાણી એ જન કલ્યાણી યોજના ની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે જરૂરિયાત મંદ વડીલો એ આ યોજના નો લાભ મેળવવા જોઈ એ તેવો અનુરોધ કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.