જસદણ પંથકમાં વીજળીના ચમકારા અને બરફના કરા સાથે ગાજવીજ વરસાદ
જસદણ પંથકમાં આજે સવારે કમોસમી વરસાદ વિજળીના ચમકારા સાથે કરા પડ્યા ત્યાર બાદ ચારેય દિશામાં ઝાકળભયુ વાતાવરણ સર્જાયું હતું અને નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. કમોસમી વરસાદ બાદ ઠંડીનો અહેસાસ થયો હતો અને જસદણના કનેસરા, કોઠી વગેરે ગામમાં સવારથી કમોસમી વરસાદ માવઠું ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ કરા પડયા શિયાળામાં માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી હતી અને ચણા, જીરુ, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.