બોટાદ જીલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોને વિનામૂલ્યે હાઇબ્રિડ શાકભાજીની કીટ અપાશે
બોટાદ જીલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોને વિનામૂલ્યે હાઇબ્રિડ શાકભાજીની કીટ અપાશે
ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરવો સરકાર દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલી બનાવવામાં આવી છે. જે અન્વયે બોટાદ જિલ્લા બાગાયત કચેરી દ્વારા અનુસૂચિત જાતીના ખેડૂત ખાતેદારો કે જેઓ શાકભાજીની ખેતી કરતા હોઇ તેમના માટે વર્ષ ૨૦૨૩-૨૪ માટે વિનામૂલ્યે શાકભાજીની હાઇબ્રીડ બીયારણ કિટ્સ આપવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતાં બોટાદ જીલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭/૧૨, ૮-અ, આધારકાર્ડની નકલ તથા અનુસૂચિત જાતિ અંગેનો સક્ષમ અધિકારીશ્રીનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ સાથે લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાનમાં રાખી સમય મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે જીલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.