રાજકોટમાં નિદ્રાધીન પતિના દુપટ્ટાથી સેટી સાથે હાથ બાંધી પત્નીએ છરીના ત્રણ ઘા ઝીંકી દીધા
મવડી વિસ્તારનો બનાવ, ચાર મહિના પૂર્વે જ યુવકે લગ્ન કર્યા’તા, મહિલાના આ ત્રીજા લગ્ન છે
પતિ પર હુમલો કર્યા બાદ જેઠને કહ્યું, મારાથી ભૂલ થઇ ગઇ છે, પતિએ ફરિયાદ ન નોંધાવી
શહેરના મવડી વિસ્તારના પટેલનગરમાં રહેતો યુવક રાત્રીના પોતાના ઘરે સુતો હતો ત્યારે તેની પત્નીએ દુપટ્ટાથી તેના હાથ સેટી સાથે બાંધી દીધા બાદ છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા, યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, યુવકે ચાર મહિના પૂર્વે જ ત્યક્તા સાથે લગ્ન કર્યા હતા.
પટેલનગર-11માં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં ભૂપતભાઇ કરશનભાઇ રાઠોડ (ઉ.વ.32) સોમવારે રાત્રે પોતાના ઘરે આવ્યા હતા અને પરિવાર સાથે જમ્યા બાદ પોતાના રૂમમાં ગયા હતા તે વખતે તેની પત્ની મંજુ સાથે કોઇ મુદ્દે બોલાચાલી થઇ હતી, ત્યારબાદ ભૂપતભાઇ રૂમમાં સૂઇ ગયા હતા, રાત્રીના 11 વાગ્યાના અરસામાં અચાનક જ તેની પત્ની મંજુએ તેના પર છરીથી હુમલો કર્યો હતો, હુમલો થતાં ભૂપતભાઇ નિદ્રામાંથી જાગી ગયા હતા, તેમણે બેઠા થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના હાથ દુપટ્ટાથી સેટી સાથે બંધાયેલા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.