અમરેલીના પૂર્વ સંસદ સામે ગે.કા ખનન ગૌચર દબાણ ભ્રષ્ટાચાર ની ૭ દિવસ માં તપાસ નહિ કરાય તો કલેકટર કચેરી સામે અર્ધ નગ્ન હાલતમાં ઉપવાસ કરશે RT I એક્ટિવિસ્ટ સુખડીયા - At This Time

અમરેલીના પૂર્વ સંસદ સામે ગે.કા ખનન ગૌચર દબાણ ભ્રષ્ટાચાર ની ૭ દિવસ માં તપાસ નહિ કરાય તો કલેકટર કચેરી સામે અર્ધ નગ્ન હાલતમાં ઉપવાસ કરશે RT I એક્ટિવિસ્ટ સુખડીયા


અમરેલીના પૂર્વ સંસદ સામે ગે.કા ખનન ગૌચર દબાણ ભ્રષ્ટાચાર ની ૭ દિવસ માં તપાસ નહિ કરાય તો

કલેકટર કચેરી સામે અર્ધ નગ્ન હાલતમાં ઉપવાસ કરશે RT I એક્ટિવિસ્ટ સુખડીયા

"૫૫૮૮ મે.ટન માટીના જથ્થા ના ખનન કિમંત રૂા. ૧૩,૭૮,૭૮૩/- દંડ વસુલાત ના હુકમ નું પાલન ક્યારે ? આ દંડ નવી જંત્રી પ્રમાણે ૫૩ લાખ થવો જોઈ "

"મહુવા-જેતપુર હાઇવે સંપાદન પૂર્વે પોતીકી ખેતી ની જમીન રાતોરાત બિનખેતી માં ફેરવી ખૂબ ઊંચું સરકારી વળતર મેળવી પૂર્વ સાંસદે સરકારી તિજોરી ને ધુંબો માર્યો"

અમરેલી પૂર્વ સાંસદ સામે ગે કા ખનન ગૌચર દબાણ ભ્રષ્ટાચાર ની સુખડીયા ની ફરિયાદ માં અમરેલી તાલુકો અમરેલી ગૌચર ની જમીન સર્વે નંબર.૩૮૪/૫ માં ગેરકાયદેસર માટી ખનન કરી રાજકીય ઈસમો અને તેમના મળતિયા ઓથી આ ગૌચરની જમીન માંથી ખનન કરી અમરેલી ચકકરગઢ -નોન પ્લાન રોડમાં આ ગૌચરની જમીનની માટી ખનન કરવામાં આવેલ જેના જી.ઓ/તપાસ/અહેવાલ બાદ હુકમો પણ થયા ૨૦૨૩-૨૪/૫૩૪ તારીખ. ૭/૩/૨૦૨૪ના અહેવાલમાં ૫૫૮૮ મે.ટન માટીના જથ્થાનો ખનન થયેલ જેની કિમંત રૂા. ૧૩,૭૮,૭૮૩/- દંડ વસુલાત કરવા ના કામે મુળજીભાઈ પાનેલીયાની કે જેઓ પુત્ર જયસુખભાઈ મુળજીભાઈ પાનેલીયા અને સાંસદ નારણભાઈ કાછડીયા પૌત્ર મંથન અને વિજયભાઈ કાળુભાઈ કાછડીયા કે જેઓ પુર્વ સાંસદ નારણભાઈ કાછડીયાના પરિવારના અને આ રોડ નું કોન્ટ્રાકટમાં નોમીનેશન ઈજનેર તરીકે પૌત્ર મંથન કાછડીયા હોય જેથી આજ દિવસ સુધી ગુજરાત સરકારની તારીખ ૧૩/૪/૨૦૨૩ ના જંત્રીના દરો ડબલ કરેલ હોવા છતાં આ ગૌચરની જમીનની માટી ના ખનન ના રૂા. ૫૩/- લાખથી વધુનો દંડ કરવાનો થતો હતો. અને નામદાર સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટની ગૌચરની જમીનનો જાળવણી કરવાના હુકમો હોવા છતાં આ કામે કાર્યવાહી થયેલ નથી.
(૨) મોજે અમરેલી તાલુકો અમરેલી સર્વે નંબર. ૩૩૪/પૈકી ૫ ની રાઈટ પિટીશન પીઆઈએલ/નં. ૩૯/૨૦૨૦ના કામે ઓલ ઓર્ડર ગૌચર દબાણના કામે તારીખ. ૨૯/૫/૨૦૨૦ના અમલ અંગે આ ગૌચરની જમીનને અડીને સર્વે નંબર. ૫૦૩/પૈકી ૨ ની બિન ખેતી પ્લોટ નંબર. ૧ થી ૭ તેમજ પ્લોટ નંબર. ૩૮,૩૯,૪
ના માલીક અમરેલીના પુર્વ સાંસદ નારણ કાછડીયા નિવાસસ્થાનના બંગલાના પુત્ર ધર્મેશ કાછડીયા ના બંગલાને લાગુ ગૌચરની જમીન સર્વે નંબર. ૩૩૪/પૈકી ૫ ૧૨-૩૭-૨૭ હે.આરે.ચો.મી જમીનમાં પોતાના બંગલા માંથી અંદર જઈ શકાય તેમ ૩ ફુટની પાકી દિવાલ મારી આંબા-રાવણા,વિ ફળઝાડ વાવીને પોતાના ઉપીયોગ માટે આ જમીન પર હાલ સુધી પોતાનો કબજો છે. અને જયારે ફળાવ સીઝન માં આંબાની કેરી, રાવણા, ચીકુ વિગેરે કોઈપણ આજુબાજુમાં રહેતા આમ નાગરિકને કે બાળકો અડવવા દેતા નથી. તો આ ગેરકાયદેસર કબજાની જમીનમાંથી દિવાલ- તાર ફેસીંગનું દબાણ હટાવવામાં આવેલ નથી. (3) અમરેલી- ચકકરગઢ નોન પ્લાન રોડમાં મારી લેખિત રજુઆતી તારીખ ૨૩/૮/૨૦૨૩ની મરજીથી અમરેલી ગ્રામથી ભોજણીયા હનુમાન સુધીની લંબાઈ ૧૫૬૬માં ૮×૮ ઈંચના ગાળે ૮. એમ.એમ લોખંડ અંદાજે ૧૫ હજાર કિલો નાખ્યા વગર રૂા. ૧૨, ૩૩,૦૦૦/-નું બીલ એજન્સી ને ચુકવવાના કામે આ કામની એજન્સીના નોમીનેશન ઈજનેર દ્વારા પુર્વ સાંસદ નારણ કાછડીયા પોત્ર મંથન કાછડીયા રજુ કરી આ બીલ ના નાણા મેળવી લેવામાં આવેલ જે રોડ એસ્ટીમેન્ટ મુજબ સ્ટીલ નાખ્યા વગર બનેલ હોય જેથી આ રોડ તુટી ગયેલ છે. અને આ કામે આજદિન સુધી આ રાજકીય ઈસમો ને બચાવવામાં આવેલા છે. તો આ કામે પણ કાયદેસર કાર્યવાહી કરવા.(४) અમરેલી-મહુવા નેશનલ હાઈવે ૪ માર્ગી બનાવવા માટે હાઈવે ૩૫૧ ને લાગુ જમીનો પુર્વ સાંસદ નારણ કાછડીયાની જમીન મોજે ચરખડીયા તા. સાવરકુંડલા જી.અમરેલીની સર્વે નંબર.૩૩૨ ખાતા નં. ૧૬૪ ક્ષેત્રફળ ૯-૧૩૩.૦૦ ચો.મી. પૈકી. ૫૦૦૦/- ચો.મી. બિનખેતી કરેલ છે. જેની નોંધ માત્ર ૧૭ દિવસમાં મજુર કરેલ અને તા.૧૬/૧૧/૨૦૨૩ ના નોંધ પાડવામાં નંબર.૯૨૪ ક્ષેત્રફળ ૧૯.૪૨૫ ચો.મી. પૈકીની ૮.૦૯૪/-ચો.મી. બીનખેતી તા.૧૮/૭/૨૦૨૩ થી નોંધ પાડવામાં આવેલ જેમે અગાઉની અરજીમાં જણાવેલ આ કામે વધુમાં મોજે સાવરકુંડલાની સર્વે નંબર ૧૫૦/પૈકી૧ કાળુભાઈ ભીખાભાઈ કાછડીયા (સાંસદના ભાઈ) ની તા.૩૦/૬/૨૦૨૩ બીનખેતીની નોંધ મંજુર કરવામાં આવેલ છે. તેમજ કાળુભાઈ ભીખાભાઈ કાછડીયા વિગેરેની સરખડીયા તા. સાવરકુંડલા જિ. અમરેલીની સર્વે નંબર. ૩૩૦ બીનખેતી તા.૨૭/૬/૨૦૨૩ ના નોંધ પાડી બીનખેતી મંજુર કરવામાં આવેલ આમ એકજ પરિવારની પાંચ અલગ અલગ જમીનો બીનખેતી કરવામાં આવી તેમજ તેઓને માણસ તરીકે પુંજી પતી નિવૃત એ.ટી.ડી.ઓ. રહે. સાવરકુંડલા વૃંદાવન સોસાસયટી તા.જી.અમરેલી હર્ષદ મધુકાંત દવેના નામથી તેમજ તપનભાઈ હર્ષદભાઈ દવે નામથી તાત્કાલીક લાપાળીયા તા. અમરેલી જી.અમરેલી ગામની જમીન સર્વે નંબર. ૩૬૦ જુનો સર્વે નંબર. ૩૬૦ જુનો સર્વેનંબર ૩૧ ક્ષેત્રફળ ૪, ૨૫૨ ચો.મી. બિનખેતી તા.૨૧/૧૦/૨૦૨૩ મોજે લાપાળીયા તા. અમરેલીજી. અમરેલી સર્વે નંબર ૨૩૪ જેનો ૯૨/૨ ક્ષેત્રફળ ૧૪૪૫ ચો.મી. બીનખેતી તા.૨૦/૧૦/૨૦૨૩ ક્ષેત્રફળ પ.૫૦૨ બિનખેતી તા.૨૩/૧૦/૨૦૨૩ તેમજ હર્ષદભાઈ મધુકાંતભાઈ દવે મોજે મોટા ગોખરવાળા તા અમરેલી. જી.અમરેલી સર્વે નંબર. ૧૧ પૈકી ૧ ક્ષેત્રફળ ૩,૫૪૧ ચો.મી. બિનખેતી તા. ૧/૯/૨૦૨૩ મોજે મોટા ગોખરવાળા તા.અમરેલી, જી.અમરેલી. સર્વે નંબર. ૧૦/૧ પૈકી ૪, ૧૪૮ ક્ષેત્રફળ ચો.મી. જમીન બિનખેતી. તા. ૪/૯/૨૦૨૩ તેમજ ચરખડીયાના તા. સાવરકુંડલા જિ. અમરેલી ની જમીનો પણ આ રોડમાં સર્વે નંબરો કપાત થાય છે. તેને પણ બીનખેતી કરવામાં આવેલ છે. આવી જ રીતે રોડ એલાર્ટમેન્ટમાં આવતા ઓળીયા તા.સાવરકુંડલા જિ. અમરેલીના જુના હાઈવેના ગામથી બારોબાર કાઢવા માટેનો પ્લાન બનાવી રોડના તામ સર્વે નંબરોના ખેડુતો સાથે ક્રમશ સાંસદશ્રીના મળતીયાઓએ મુલાકાત કરી ખાનગી એમ. ઓ.યુ. કરી એ જમીન પણ બીનખેતી કરવામાં આવેલ છે. આવી જ રીતે ખીજડીયા નવા તા. અમરેલી જિ.અમરેલીના ખેડુતો સાથે પણ બેઠેક યોજી બીનખેતી તાત્કાલીક કરાવી દેવામાં આવેલ છે. આમ આ રોડ બનાવવાનો છે તેવી કલેકટરશ્રી અમરેલી અને સાંસદ નારણભાઈ કાછડીયાને સંપુર્ણ માહિતી હતી. તેમજ સંપાદન અધિકારી દ્વારા ખેડુતોને તારીખ. ૯-૨-૨૦૨૨, તા.૨૩-૩-૨૦૨૨ના ખેડુતોને જમીન કપાત અંગેના પત્રો પાઠવી તા.૧૩/૧/૨૦૨૨ના ભારત સરકારના ગેઝેટના ભાગ ૨ સેક્શન ૩ સબ સેકશનર પાના નં. રથી પાના નં. ૧૭ અને તા.૧૭/૧/૨૦૨૨ ના ગેઝેટ પાના નં. ૧ થી ૨૫ ઉપર તથા સંદેશ દૈનિક સમાચાર પત્રની તારીખ. ૫/૨/૨૦૨૨ ની આવૃતિ અને અંગ્રેજી દૈનિક ઈન્ડીયન એકસપ્રસની તા.૫/૨/૨૦૨૨ ની આવૃતિ અને તા. ૬/૨/૨૦૨૨ ની આવૃતિ ગુજરાત સમાચારમાં આ રોડ અંગે જાહેરાત પ્રસિધ્ધ નંબર ભારત સરકારના જાહેરનામા નં.એસ.ઓ. ૨૧૮૪/ઈ તા. ૧૯/૧/૨૦૨૧ ના અનુસાર અમરેલી જેતપુર- મહુવા નેશનલ હાઈવે-સંપાદન કરવાનું થાય છે. તેઓ જમીન સંપાન અધિકારી સબ-ડીવીજન- મેજી. દ્વારા ખેડુતોને જાણ કરવામાં આવેલ જેથી કલેકટરશ્રી-થી લઈને જવાબદાર તમામને અને પુર્વ સાંસદ નારણભાઈ કાછડીયાને સંપુર્ણ જાણકારી હતી. જેથી બીજુ જાહેરનામું તારીખ.૨૨/૧૧/૨૦૨૩ ના બહાર પડે તે પુર્વે નક્કી થયેલ અરજદાર પાસે ઓન લાઈન અરજી કરાવી આ સમયમર્યાદામાં બીનખેતી મંજુર કરાવી લેવામાં આવેલ તેમજ નવા ખીજડીયા તા.જી.અમરેલી લાપાળીયા તાલુકો જિ. અમરેલી. મોટા ગોરખરવાળા તા.જિ.અમરેલી., ઓળીયા તા.સાવરકુંડલા એકલ દોકલ ખેડુતોને બીનખેતી માટે અરજી કરેલ જેઓ પુર્વ સાંસદ નારણ કાછડીયા સાથે મેળાપીપણ ન કર્યા હોય તેવા અરજદારનોની અરજી દફતરે કરવામાં આવેલ આમ ઉપરોક્ત તમામ મુદે આજદિન સુધી આપના કલેકટર કચેરી દ્વારા જાણની બુજીને પુર્વ સાંસદ નારણ કાછડીયાને અને તેના મળતીયાઓને બચાવી સરકારશ્રીની જમીનમાં ખનન બાંધકામમાં ગેરરીતી-ખોટા બીલો લેવા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરવું અને આ બીનખેતી પ્રકરણમા તમામ પ્રકારે સીધી અને આડકતરી રીતે મદદરૂપ થયેલ હોય અને મને તમામ રજુઆતો બાબતે ઘોર અન્યાય કરવામાં આવેલ હોય તો ઉપરોક્ત વિષયે જણાવવા મુજબ મારી આ અરજી મળ્યાથી દિન-૭ માં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો આપની કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં સવિનય વિરોધ કરવાઅને મને ન્યાય આપવા હું ઉપવાસ ઉપર બેસી અને આ સમય દરમ્યાન ઉપસ્થિત થનાર પરિસ્થિતિ આપ સાહેબશ્રી જવાબદાર રહેશો.તેવી ચીમકી સાથે નાથાલાલ સુખડીયા એ લેખિત રજુઆત કરી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.