સોમનાથ ખાતે વેપારીઓ ની દુકાનો પાસે વાહન પાર્કિંગ ની વ્યવસ્થા ન હોવાથી પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરતા ઘર્ષણ - At This Time

સોમનાથ ખાતે વેપારીઓ ની દુકાનો પાસે વાહન પાર્કિંગ ની વ્યવસ્થા ન હોવાથી પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરતા ઘર્ષણ


સોમનાથ ટ્રસ્ટ ની ઓફિસ સામે ટ્રસ્ટ ની માલિકી ની દુકાનો આવેલ છે. જે દુકાનો વેપારીઓ એ ઉંચી કિંમત થી હરરાજી માં લીધેલ છે. જે પાંત્રીસ મહિના ના લિવ એન્ડ લાયસન્સ ના કરાર થી ભાડા પેટે છે. જેમનું વેપારીઓ ઉંચુ ભાડુ પણ ટ્રસ્ટ ને ચૂકવે છે.પણ "ખાટલે મોટી ખોટ" ટ્રસ્ટ ઉંચી ડિપોઝિટ અને ભાડુ વસુલાત કરે છે. પરંતુ વાહન પાર્કિંગ, પીવા ના પાણી, કે ટોયલેટ બ્લોક જેવી પાયા ની સુવિધાઓ આપેલ નથી.
જેથી વેપારી એ નાછૂટકે પોતાના વાહનો દુકાન પાસે પાર્ક કરવા પડે છે. તો પોલીસ ખાતું રોજ પરેશાન કરે છે. અને તોછડાઇ થી વર્તન કરી વાહનો ડિટેઇન કરે છે.
ગઈકાલે જ એક નવા પ્રોબેશન પર આવેલ પી. આઈ. સાહેબે આ દુકાનદાર ની ટૂવીલર ગાડી દુકાન પાસે સફેદ પટ્ટા ની અંદર પાર્ક કરેલ ગાડી ને પૂર્વગ્રહ થી ડિટેઇન કરી હતી. જેથી વેપારીઓ સંગઠિત થઈ અને કાયમી પી. આઈ. મકવાણા ને મળી રજૂઆત કરી હતી. અને વેપારી સાથે પોલીસ નું વર્તન તેમજ પૂર્વગ્રહ ની ફરિયાદ કરી હતી.પી. આઈ. અશોક મકવાણા એ વેપારીઓ ને સાંત્વના આપી ભવિષ્ય માં આવું ન બને તેની ખાત્રી આપી હતી, અને આપની સમસ્યા નો કાયમી નિકાલ થાય, તે માટે સોમનાથ ટ્રસ્ટ સાથે સંયુક્ત બેઠક કરી ચર્ચા કરીશું..જેમના અનુસંધાને આજ મકવાણા પોતાના સ્ટાફ સાથે વેપારીઓ ની રૂબરૂ મુલાકાત લઇ અને વ્યથા સાંભળી અને યોગ્ય નિકાલ ની ખાત્રી આપી હતી.અને શ્રાવણ માસ દરમ્યાન યાત્રીઓ ને વેપારી ને તકલીફ ન પડે તેવો રસ્તો કાઢવા ટ્રસ્ટ ને પણ સાથે રહેવા અનુરોધ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.