વિસાવદર પાસેના કંજડેશ્વર મહાદેવ આશ્રમમાં પુણ્યતિથિ મહોત્સવ ઉજવાયો - At This Time

વિસાવદર પાસેના કંજડેશ્વર મહાદેવ આશ્રમમાં પુણ્યતિથિ મહોત્સવ ઉજવાયો


વિસાવદર પાસેના કંજડેશ્વર મહાદેવ આશ્રમમાં પુણ્યતિથિ મહોત્સવ ઉજવાયો

વિસાવદર નજીક વાડી વિસ્તાર વિભાગમાં આવેલ કંજડેશ્વર મહાદેવ આશ્રમના પરિસરમાં બ્રહ્મલીન ગુરુ મહારાજ પૂ.વિઠ્ઠલભારતીબાપુની ૧૩મી વાર્ષિક પુણ્યતિથિ સેવક સમુદાયની ઉપસ્થિતિ સાથે ઉજવવામાં આવેલ. કંજેશ્વર મહાદેવના મહંત એવન વિઠ્ઠલભારતીબાપુના કૃપાપાત્ર શિષ્ય પૂ. કાળુભારતીબાપુએ શાસ્ત્રી નિર્મળભાઈ ખંભોળીયાના કંઠેથી શ્લોક, મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રહ્મલીન પૂ. ગુરુદેવની ચરણપાદુકાનું પૂજા, અર્ચના કરી આરતી ઉતારેલ. ત્યારબાદ મહંતશ્રીએ કંજડેશ્વર મહાદેવને જલાભિષેક સાથે પૂજન વિધિ સંપન્ન કરેલ પુણ્યતિથિ મહોત્સવમાં ઉપસ્થિત જૈફ ઉંમરે પહોંચેલા વડિલ પ્રભાશંકરદાદા, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, ગિજુભાઈ વિકમા, મૂળુભાઇ વિકમા , હરેશભાઈ મહેતા, વિજયભાઈ જેઠવા, નલીનભાઈ વિરડીયા, હિરેનભાઈ વિકમા, ભુપતભાઈ તેરૈયા તથા બહોળી સંખ્યામાં સેવક ગણ ઉપસ્થિત રહેલ.

રિપોર્ટ સીવીજોશી

હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.