ભલામણ:તમિલનાડુની શાળાઓનાં નામમાંથી જાતિ હટાવાશે, વીંટી-તિલક પર પ્રતિબંધ મુકાશે - At This Time

ભલામણ:તમિલનાડુની શાળાઓનાં નામમાંથી જાતિ હટાવાશે, વીંટી-તિલક પર પ્રતિબંધ મુકાશે


શાળાઓમાં જાતિવાદ નાબૂદ કરવા તમિલનાડુ સરકારે ફોર્મ્યુલા તૈયાર કરી છે. જે મુજબ શાળામાં કાંડા પર બેન્ડ, વીંટી અથવા કપાળ પર તિલક જેવા જાતિનાં પ્રતીકો પર પ્રતિબંધ મૂકાશે. ગત વર્ષે તિરુનેલવેલીમાં બે દલિત ભાઈ-બહેનને કેટલાક ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ સરકારે મદ્રાસ હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ કે. ચંદ્રૂની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. હવે સમિતિએ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને 610 પાનાનો રિપોર્ટ સોંપ્યો છે. તેમાં ભલામણ કરાઈ હતી કે શાળાના નામમાંથી જાતિ સંબંધિત નામો હટાવવામાં આવે. શિક્ષકોની સમયાંતરે બદલી થવી જોઈએ જેથી કરીને તેઓ લાંબા સમય સુધી એક જગ્યાએ ન રહે, ખાસ કરીને જ્યાં તેમની જાતિનું વર્ચસ્વ હોય. બાળકો વર્ગમાં મૂળાક્ષરોના ક્રમમાં બેસશે, કલ્યાણ અધિકારી તહેનાત મુખ્ય શિક્ષણ અધિકારી, ડીઈઓ અને આચાર્યનું તેમની જ્ઞાતિના વિસ્તારોમાં પોસ્ટિંગ થવું જોઈએ નહીં ભાજપે હિન્દુવિરોધી ગણાવ્યું, કલ્લર જાતિ-ઘણા શિક્ષકો વિરોધમાં ઉતર્યા
ભાજપે આ રિપોર્ટનો વિરોધ શરૂ કર્યો છે. તમિલનાડુના પૂર્વ ભાજપ અધ્યક્ષ એચ.રાજાએ કાંડા પર બેન્ડ, વીંટી અથવા કપાળ પર તિલક સામે પ્રતિબંધ લગાવવાના સૂચન પર આપત્તિ જતાવતા તેને ‘હિન્દુ વિરોધી’’ ગણાવ્યું હતું. સરકારે આ રિપોર્ટને નકારવો જોઈએ. બીજી તરફ કલ્લર જાતિએ પણ આ સૂચનો સામે વાંધો ઉઠાવ્યો છે. શિક્ષકોએ પણ બદલીના ભલામણ સામે વિરોધ નોંધાવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.