મહેસાણા 20, બનાસકાંઠા 5 અને પાટણ જિલ્લામાં 6 કોરોના કેસ
મહેસાણા,તા.6છેલ્લા એક મહિનાથી કોરોના વાઈરસ ઉત્તર ગુજરાતને ઘમરોળી
રહ્યો છે.ચોથી લહેરની શક્યતા વચ્ચે બુધવારના રોજ મહેસાણા જિલ્લામાં ૨૦, બનાસકાંઠામાં ૫
અને પાટણમાં ૬ મળી કુલ ૩૧ લોકોના કોરોના સેમ્પલના રીઝલ્ટ પોઝિટીવ આવ્યા છે. સતત
કોરોનાના કેસોની સંખ્યામાં થઈ રહેલા ચિંતાજનક વધારાના પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ
મચી છે. હાલમાં ત્રણેય જિલ્લામાં કોરોનાના કુલ ૧૯૭ કેસ એક્ટિવ છે. આ દર્દીઓ હોમ
આઈસોલેશન અને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે
લેવામાં આવેલા કોરોનાના સેમ્પલ પૈકી ૧૯૮૬ના રીઝલ્ટ આવતા ૧૯૬૭ નેગેટીવ અને ૧૯ ના
પોઝિટીવ રીઝલ્ટ આવ્યા હતા જયારે ૧નું ખાનગી લેબમાં પોઝિટીવ રીઝલ્ટ આવેલ.જેમાં
મહેસાણા તાલુકામાં ૩, વિસનગર ૭, ઊંઝા ૧, કડી ૭ અને
વિજાપુરમાં ૨ પોઝિટીવ કેસ નોંધાયા હતા.તેમાં શહેરી વિસ્તારમાં ૯ અને ગ્રામ્યમાં ૧૧
પોઝિટીવ કેસનો સમાવેશ થાય છે.હાલ જિલ્લામાં ૧૧૮ કોરોનાના એક્ટિવ કેસ છે.ં
બનાસકાંઠા જિલ્લામાં બુધવારે ૫ કેસ
પોઝીટીવ મળી આવ્યા હતા.આરોગ્ય વિભાગ દ્વારા ૨૨૭૮ આરટીપીસીઆર અને ૧૦૫૫ એન્ટીજન
ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાં થરાદમાં ૩ તેમજ વડગામ અને વાવમાં એક-એક મળી આવ્યો
હતો જેને લઈ એક્ટિવ કેસનો આંક ૩૪ ઉપર
પહોંચી જવા પામ્યો હતો.જેમાં આરોગ્ય વિભાગ
દ્વારા કોરોનાના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓના સંપર્કમાં આવેલ
વ્યક્તિઓના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે.ઉપરાંત પાટણ જિલ્લામાં કોરોનાના ૬ કેસ સામે
આવ્યા હતા.આરટીપીસીઆર અને એન્ટીજન મળીને ૨૧૬૬ લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા
હતા.હાલમાં જિલ્લામાં ૪૫ એક્ટિવ કેસના દર્દીઓ સારવાર હેઠળ છે.જયારે કોરોનાની
સારવાર બાદ સાજા થતાં ૫ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.