ખેતરમાં જીવંત વીજ તાર પડતા કરંટથી ખેડૂતનું મોત - At This Time

ખેતરમાં જીવંત વીજ તાર પડતા કરંટથી ખેડૂતનું મોત


બાયડના તાલોદ ગામની સીમના ખેતરમાં જીવંત વીજ વાયર તૂટી પડતા કરંટ લાગતા ખેડૂતનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે એડી દાખલ કરીને તપાસ આદરી છે. જોકે વીજ વિભાગની બેદરકારી સામે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. તાલુકાના તાલોદ ગામની સીમમાં સવારના સુમારે હમીરીયા ગામના જગતસિંહ ફતેસિંહ બારીયા (ઉ.૬૦) ખેતરમાં પાક જોવા માટે ગયા હતા ત્યારે વીજ લાઈન વાયર તૂટી જવાથી જગતસિંહને એકાએક કરંટ લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તેમજ અન્યને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજુબાજુના ખેતરમાં કામ કરતા મજુરો જોવા માટે ઉમટી પડયા હતા ત્યાર બાદ જીઈબીના કચેરીને જાણ કરતા જીઈબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા ખેતર ઉપર પસાર થતી વીજ લાઈને કલાકો સુધી બંધ રાખવામાં આવી હતી. આ બાબતે લાપરવાહી કોને જેવી વિવિધ બાબતે પોલીસ તપાસ હાથ ધરી છે. આવા ખેતરમાં વીજ તાર નમી ગયેલા હોવાથી તેમજ પસાર થતા હોવાથી જીઈબી કચેરીએ જાણ કરી હતી તો પણ છતા જીઈબ ના કચેરીએ આ વિશે કોઈ પગલા લીધ્યા ન હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.