કોમર્સ કોલેજ ગોધરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી
ગોધરા
સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એન એસ એસ વિભાગ દ્વારા આ વિશ્વની મૂળ પ્રજા જે આદિ- અનાદિકાળથી આ પૃથ્વી પર વસેલી છે એવા આદિવાસી સમાજના' યુએન 'દ્વારા જાહેર થયેલા વિશ્વ આદિવાસી દિવસની જોમ, જોશ અને ઉત્સાહક પૂર્વક શાનદાર ઉજવણી કરી હતી. અને આ વિસ્તારના આદિવાસી સમાજના મસિહા એવા શ્રી ગોવિંદ ગુરુ ભગવાન બિરસા મુંડા સહિતના દેશ માટે બલિદાન આપનારા આદીવાસી સમાજના વીર સપૂતોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવતા કોલેજના આચાર્ય ડો. અરુણસિંહ સોલંકી ઉપરાંત ડો. સ્નેહાબેન વ્યાસ, ડો. વીણાબેન પટેલ અને પ્રો .અજીતસિંહ ચૌહાણ દ્વારા આદિવાસી બંધુઓના વિવિધ પાસાઓ પર પ્રકાશ ફેકી ઉપસ્થિત વિદ્યાર્થીઓને આદિવાસી સંસ્કૃતિથી માહિતગાર કરાવ્યા હતા સાથે સાથે કોલેજના આદિવાસી વિદ્યાર્થી ભાઈ બહેનોએ પણ ખૂબ સુંદર વક્તવ્ય આપી આદિવાસી સમાજની ઓળખ અન્ય સમાજને કરાવી હતી
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. અરુણસિંહ સોલંકીએ "જય આદિવાસી "અને "જય જોહાર"ના નારા લગાવી વિદ્યાર્થીમાં અદમ્ય જોશ ..જુસ્સો... અને ઉત્સાહ ભરી દીધો હતો અને ત્યારબાદ વિદ્યાર્થી ભાઈ બહેનોએ વિવિધ આદિવાસી ગીતો પર નૃત્ય કરી કોલેજને રસ તરબોળ કરી દીધી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુ. હર્ષિતા ખીમાણીએ પોતાની આગવી અદામાં કર્યું હતું.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.