શહીદ અંશુમનનાં મા-બાપને 65 લાખ પણ ઓછા પડ્યા…:વહુ બધું લઈ ગઈ એવા આક્ષેપ સાથે પેન્શન પર હક માગ્યો; આર્મીએ કહ્યું- તે તો પત્નીને જ મળશે
સિયાચીનમાં સેનાના ટેન્ટમાં આગ લાગવાથી 19 જુલાઈ 2023ના રોજ કેપ્ટન અંશુમન શહીદ થયા હતા. પરિવારને આર્મી ગ્રૂપ ઇન્શ્યોરન્સ ફંડ અને UP સરકાર તરફથી આર્થિક મદદ મળી હતી. જેમાં માતા-પિતાને કુલ 65 લાખ અને પત્ની સ્મૃતિને 85 લાખ આપવામાં આવ્યા છે. શહીદનાં માતા-પિતાએ કહ્યું હતું કે- દીકરાને મળેલાં કીર્તિ ચક્રને વહુએ હાથમાં પણ ન આપ્યો. દીકરાના મૃત્યુ બાદ વહુ સન્માન લઇને જતી રહી. અમારી પાસે કશું જ રહ્યું નથી. આર્મીએ શહીદના પરિવારને આર્થિક મદદ આપવાના નિયમોમાં ફેરફાર કરવો જોઈએ. આને લઈને આર્મીનાં સૂત્રએ કહ્યું છે કે આર્મી તરફથી પેરેન્ટ્સને 50 લાખ અને પત્નીને 50 લાખ આપવામાં આવ્યા છે. ધ હિન્દુના રિપોર્ટ પ્રમાણે શહીદના પેન્શન પર તેમની પત્ની સ્મૃતિને હક મળશે, કેમ કે અંશુમને તેમને નોમિની બનાવ્યા હતા. UP સરકારે પરિવારને 50 લાખ આપ્યા
આ સિવાય UP સરકારે પણ પરિવારને 50 લાખ રૂપિયા આપ્યા હતા. તેમાંથી 15 લાખ માતા-પિતાને અને 35 લાખ રૂપિયા પત્ની સ્મૃતિને આપવામાં આવ્યા છે. આ સિવાય શહીદના પેરેન્ટ્સે કહ્યું હતું કે આર્થિક મદદ આપવાના નિયમોમાં ફેરફાર કરવો જોઈએ. આર્મીએ કહ્યું- શહીદના પિતા રિટાયર્ડ JCO, તેમને પેન્શન મળે છે
આર્મીના એક અધિકારીએ કહ્યું- કેપ્ટન અંશુમન માર્ચ 2020માં આર્મી મેડિકલ કોર્પ્સમાં સામેલ થયા હતા. પત્ની સ્મૃતિને આર્મીથી વધારે બેનિફિટ્સ એટલે મળ્યા રહ્યા છે, કેમ કે અંશુમને તેમને પોતાના નોમિની બનાવ્યાં હતાં. સાથે જ જણાવવામાં આવ્યું કે અંશુમાનના પિતા આર્મીમાં રિટાયર્ડ JCO છે. તેમને પેન્શન અને આર્મીની અન્ય સુવિધાઓ મળે છે. આવા મુદ્દા આર્મી સામે પહેલાં પણ આવ્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે શહીદનાં માતા-પિતા તેમના ઉપર નિર્ભર હોય છે. પરંતુ આર્મી યુનિટ આવા મુદ્દાઓનો સામનો કરી લે છે. અંશુમનનો મામલો અલગ છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે, કેમ કે તેમના પિતા પણ સેનામાં રહી ચૂક્યા છે. આર્મીમાં PF અને પેન્શનના નિયમ પત્નીએ કહ્યું- એક કોલે 50 વર્ષના સપનાં તોડી નાખ્યાં
સન્માન સમારોહ પછી સ્મૃતિએ કહ્યું- અંશુમનના શહીદ થવાનો ફોન આવ્યો હતો. આ ફોને 50 વર્ષનાં સપનાં તોડી નાખ્યાં હતાં. કેપ્ટન અંશુમન ખૂબ જ સક્ષમ હતા. તેઓ મોટાભાગે કહેતા હતા કે હું મારી છાતીએ ગોળી ખાઈને મરીશ. હું સામાન્ય વ્યક્તિની જેમ મરવા માગતો નથી, જેને કોઈ જાણી જ ના શકે. એન્જિનિયરિંગ કોલેજના પહેલાં જ દિવસે અમારી મુલાકાત થઈ હતી. આ પહેલી નજરનો પ્રેમ હતો. એક મહિનો વીતી ગયો હતો કે તેમનું સિલેક્શન AFMCમાં થઈ ગયું. તે સુપર ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતા. અમે માત્ર એક મહિનો જ રૂબરૂ મળ્યા. પછી આઠ વર્ષ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ રહી. ફેબ્રુઆરી, 2023માં અમે લગ્ન કરી લીધાં. દુર્ભાગ્યવશ લગ્નના 2 મહિનામાં જ તેમનું સિયાચીનમાં પોસ્ટિંગ થઈ ગયું. 18 જુલાઈ 2023ના રોજ અમારી લાંબી વાતચીત થઈ હતી કે આગામી 50 વર્ષમાં આપણું જીવન કેવું હશે. અમારું ઘર હશે. અમારાં બાળકો હશે....અને બીજું ઘણું. 19 જુલાઈએ સવારે હું એક ફોન આવ્યો ને જાગી. બીજી તરફથી અવાજ આવ્યો...કેપ્ટન અંશુમન સિંહ શહીદ થયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.