પાટનગરના માર્ગો જીવલેણ બન્યા : પાંચ વર્ષમાં અકસ્માતમાં 189નાં મોત
વસાહત મંડળ દ્વારા માર્ગ સલામતીની ઉજવણી ઃ પહોળા રાજમાર્ગો
ઉપર વધતા જતા અકસ્માતો તંત્ર માટે પણ ચિંતાનો વિષયગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં પહોળા રાજમાર્ગો હોવાથી
અકસ્માતની ઘટના સતત વધી રહી છે ત્યારે વર્ષ ૨૦૨૧માં ૧૧૫ અકસ્માતોમાં ૩૫ વ્યક્તિઓએ
જીવ ગુમાવ્યો હતો પાંચ વર્ષમાં આ સંખ્ય ૧૮૯ સુધી પહોંચી ગઇ છે ત્યારે ગાંધીનગર
શહેર વસાહત મહામંડળ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને
વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર શહેરમાં અન્ય શહેરો કરતા પહોળા અને સ્પિડબ્રેકર
વગરના માર્ગો હોવાથી અહીં ગતિ મર્યાદાનું પાલન થતું નથી મુખ્ય માર્ગો ઉપર
સેક્ટરોમાંથી આવતા ક્રોસ રોડને કારણે અકસ્માતની સંખ્યા વધુ જોવા મળી રહી છે.
વાહનચાલકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા હોવાને કારણે અકસ્માતોની ઘટનામાં
મૃત્યુંઆંક ચિંતાજનકરીતે વધી રહ્યો છે. ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા માર્ગ
સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના ટ્રાફિકના નિયમોનું
પાલન કરવા માટે વાહનચાલકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં જ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન
અકસ્માતોનો આંક ચિંતાજનકરીતે વધી રહ્યો છે. પાંચ વર્ષના આંકડા ઉપર નજર કરીએ તો, વર્ષ ૨૦૧૭માં
શહેરના સેક્ટર-૭, સે-૨૧
અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૩૯ જેટલા અકસ્માતોમાં ૪૨ વ્યક્તિઓએ જીવ
ગુમાવ્યો હતો. આ જ પ્રમાણે,
વર્ષ ૨૦૧૮માં ૧૯૭ એક્સીડેન્ટમાં ૪૬,
૨૦૧૯માં ૧૮૩ અકસ્માતમાં ૪૧,
૨૦૨૦માં ૧૧૧ અકસ્માતમાં ૨૫ જ્યારે ૨૦૨૧ના વર્ષમાં આ ત્રણ પોલીસ સ્ટેશન
વિસ્તારમાં ૧૧૫ અકસ્માતો નોંધાયા હતા જેમાં ૩૫ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. આમ, છેલ્લા પાંચ વર્ષ
દરમ્યાન ગાંધીનગર શહેરી વિસ્તારમાં સર્જાયેલા કુલ ૮૪૫ અકસ્માતમાં કુલ ૧૮૯
વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.