કેનેડિયન સિંગર જસ્ટિન બીબર મુંબઈ પહોંચ્યો:અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે 83 કરોડ રૂપિયા ફી લીધી, કાલે યોજાશે ફંક્શન - At This Time

કેનેડિયન સિંગર જસ્ટિન બીબર મુંબઈ પહોંચ્યો:અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે 83 કરોડ રૂપિયા ફી લીધી, કાલે યોજાશે ફંક્શન


ઈન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર ગુરુવારે સવારે મુંબઈ પહોંચી ગયો હતો. એક રિપોર્ટ અનુસાર છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાં સિંગર સંગીત સેરેમનીમાં પરફોર્મ કરશે. 5 જુલાઈ શુક્રવારે એન્ટિલિયામાં સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવશે. જસ્ટિન બીબર ગુરુવારે સવારે મુંબઈ એરપોર્ટ પર આવ્યો હતો. સિંગરના વાહનોના કાફલાના વીડિયો ઈન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યા છે. બીબર 7 વર્ષ પછી ભારત આવ્યો છે. અગાઉ, તે 2022 માં અહીં એક કોન્સર્ટ કરવાનો હતો પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે કોન્સર્ટ કેન્સલ કરવામાં આવ્યો હતો. આ વખતે તે માત્ર અંબાણી પરિવાર અને તેમના મહેમાનો માટે જ પરફોર્મ કરશે. ધ ફ્રી પ્રેસ જર્નલના અહેવાલો અનુસાર, જસ્ટિને આ લગ્નમાં પરફોર્મ કરવા માટે અંદાજે 10 મિલિયન ડોલર એટલે કે અંદાજે 83 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. સાંભળ્યું છે કે એડેલે, ડ્રેક અને લાના ડેલ રે જેવા ઈન્ટરનેશલ સેલેબ્સ તેમાં પરફોર્મ કરશે. રાધિકા મર્ચન્ટ લાના ડેલ રેની મોટી ફેન છે. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, મેનેજમેન્ટ ટીમ હાલમાં આ ત્રણ કલાકારો સાથે વાતચીતમાં વ્યસ્ત છે. વેડિંગ સેલિબ્રેશનમાં તેમને આમંત્રણ આપવા માટે તારીખ અને પૈસાની લેવડદેવડ નક્કી કરવા માટે વાતચીત ચાલી રહી છે. બંને પ્રિ -વેડિંગમાં રિહાન્ના, કેટી પેરી, પિટબુલ, ડીજે ડેવિડ ગુએટા, ઓપેરા સિંગર એન્ડ્રિયા બોસેલી અને બેકસ્ટ્રીટ બોયઝ જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોએ પરફોર્મ કર્યું હતું. આ સિવાય દિલજિત દોસાંજ ગુરુ રંધાવા જેવા કલાકારોએ પણ સ્ટેજ પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગ્નને હવે ગણતરીના દિવસ જ બાકી છે. આ દરમિયાન લગ્ન પહેલાં મામેરા વિધિ માટે આખો પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. આ ફંક્શનમાંથી રાધિકા અને પરિવારના અન્ય સભ્યોની તસવીરો સામે આવી છે. આ દરમિયાન સમગ્ર એન્ટિલિયાને દુલ્હનની જેમ લાઇટથી શણગારવામાં આવ્યું હતું. રાધિકાના લુકની વાત કરીએ તો તેમને આ ફંક્શન માટે ખૂબ જ સુંદર ગુલાબી રંગનો લહેંગા પહેર્યો છે, જેમાં તે બિલકુલ દુલ્હન જેવી લાગી રહી છે. રાધિકાએ માંગ ટીકા, હેવી ડાયમંડ નેકપીસ અને ઇયરિંગ્સ સાથે આ લુકને પૂરો કર્યો હતો. જાહન્વી કપૂર અને રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ આ ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.