જાફરાબાદના શિયાળ બેટ ને ટુરીઝમ તેમજ પ્રવાસધામ કરવા સામે ગામ લોકો એ આપ્યું આવેદન
જાફરાબાદના શિયાળ બેટ ને ટુરીઝમ તેમજ પ્રવાસધામ કરવા સામે ગામ લોકો એ આપ્યું આવેદન
જાફરાબાદના શિયાળબેટ ગામના ગામ લોકોએ આજે રાજુલા શહેરના ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું
જાણવા મળતી વિગત મુજબ સરકાર દ્વારા જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ને પ્રવાસન સ્થળ તરીકે એટલે કે ટુરીઝમ તરીકે વિકસાવવાની વાત જાહેર થઈ હોય ત્યારે આ વાત ની ગામ લોકોને જાણ થતાં ગામ લોકોએ આ બાબતે સખત વિરોધ દર્શાવ્યો સાથે સાથે આજે આ ગામના ગામ લોકો તેમજ આગેવાનો સાથે મળીને રાજુલા ડેપ્યુટી કલેકટરને એક આવેદનપત્ર પાઠવ્યું જેમાં આ શિયાળબેટને ટુરિઝમ તરીકે વિકસાવવા બાબતે સખત વિરોધ દર્શાવવામાં આવ્યો અને જો સરકાર દ્વારા આ સ્થળને પ્રવાસન સ્થળ બનાવવામાં આવશે તો તેની સામે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવું આવેદનપત્રમાં પાઠવવામાં આવ્યું સાથે સાથે જણાવવામાં આવ્યું કે શિયાળટાપુ છે જે માછીમારોના ધંધા સાથે સંકળાયેલા શિયાળબેટ ગામ જેને માછીમાર બંદર તરીકે વિકસાવવા તેમજ જાહેર કરવા માટેની માગણી આ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે ટાપુ ખૂબ જ નાનો હોય ગામ ખૂબ નાનું હોય ત્યારે વધારે જગ્યા પણ ન હોય ત્યારે આ ટાપુને વિકસાવવા માં આવશે તો રહેવાની તેમજ ધંધાની મુશ્કેલીઓ વધી જશે અને ના છૂટકે માછીમારોને આ શિયાળ બેટ છોડવાનો સમય આવશે ત્યારે આ બાબતે સરકાર ગંભીર પડે અને માછીમારોને સહકાર આપે તેવું અંતમાં જણાવ્યું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.