રાજકોટમાં AAPની વિદ્યાર્થી પાંખ દ્વારા પેપરલીક કૌભાંડમાં ગુનેગારો સામે પગલા લેવા માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA સેમેસ્ટર 5 અને B.com સેમેસ્ટર 5ના પેપરલીક મામલે એક સપ્તાહ જેટલો સમય થવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS દ્વારા સૌરાષ્ટ્ર યુનિવરિસ્ટી ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. આજે CYSS ના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રજિસ્ટ્રાર ચેમ્બરમાં બેસી રામધૂન બોલાવી ઉગ્ર સુત્રોચાર કરી તત્કાલિક અસરથી પેપરલીક કાંડમાં જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે 13 ઓક્ટોબરના રોજ લેવાનાર પરીક્ષા પેપર 12 ઓક્ટોબરના રોજ લીક થવા પામ્યું હતું જે અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં ક્યાંક યુનિવર્સીટીના સત્તાધીશો રાજકીય દબાણ અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે.આ અંગે જો યોગ્ય પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલનના મંડાણ કરાશે તેવી તેઓએ ચિમકી ઉચ્ચારી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.