રાજકોટ આંબેડકર નગર ના પીડીતોની મુલાકાત લેતા સાંસદ તેમજ ધારાસભ્ય અને આગેવાનો
રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં 14 એપ્રિલ 2024ની રાત્રે કસ્ટોડિયલ ડેથની દુ:ખદ ઘટના બની છે. ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં બે પાડોશી અંદરોઅંદર ઝઘડ્યા હોવાથી એક પાડોશીના કહેવાથી સમાધાન કરવા હમીરભાઈ રાઠોડ (34) ગયેલ. તે સમયે માલવીયાનગર પોલીસ મથકના ASI અશ્વિન કાનગડ અને સ્ટાફે હમીરભાઈને પકડી પોલીસ મથકે લઈ જઈ ઢોર માર્યો. પરિવારજનો પોલીસ સ્સ્ટેશને ગયા. રાત્રીના એકાદ વાગ્યે પાડોશી નાનજીભાઈએ પોતાના એકટીવા પર બેસાડી હમીરભાઈને ઘરે પરત લઇ આવેલ હતા, ત્યારે તે અર્ધબેભાન હાલતમાં હતા. તે સુઇ ગયેલ. સવારે ઉઠેલ નહી. તેમનુ પેન્ટ ખરાબ થઇ ગયેલ. તેમનું પેન્ટ અને શર્ટ બદલતા તેના શરીરે માર મારેલના ચાંભા જોવામાં મળેલ. તેથી બેભાન હાલતમાં વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ. પરંતુ 16 એપ્રિલના રોજ તેમનો જીવ જતો રહેલ.
આજે આંબેડકર નગરમા પીડીતોની રૂબરૂ મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, દલિત સમાજના ક્રાંતિકારી ધારાસભ્ય જીજ્ઞેશભાઇ મેવાણી,જગદીશ ઠાકોર,સિદ્ધાર્થભાઇ પટેલ,પુંજાભાઇ વંશ,ભીખુભાઇ વારોતરીયા ની સાથે રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતી વિભાગ ચેરમેન નરેશ સાગઠીયા દલિત સમાજના આગેવાન માવજીભાઇ રાખશીયા,રમેશ મુછડીયા,જયંતિભાઇ રાઠોડ,રવજીભાઇ ખીમસુરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
અહેવાલ નરેશભાઈ સાગઠીયા
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.