માર્કેટયાર્ડનું બજેટ રજુ: નવા વર્ષે 31 કરોડની આવકનો અંદાજ: કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ - At This Time

માર્કેટયાર્ડનું બજેટ રજુ: નવા વર્ષે 31 કરોડની આવકનો અંદાજ: કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ


રાજકોટ માર્કેટયાર્ડની નવા નાણાકીય વર્ષની આવક 30 કરોડને વટાવી જવાનો અંદાજ બજેટમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. યાર્ડની બોર્ડ મીટીંગમાં આજે બજેટ રજુ કરવામાં આવ્યુ હતું. ગુજરાતભરના ટોચના માર્કેટયાર્ડોમાં સ્થાન ધરાવતા રાજકોટ યાર્ડની બોર્ડ બેઠક આજે યોજાઈ હતી તેમાં નવા નાણાકીય વર્ષનું અંદાજપત્ર પેશ કરવામાં આવ્યુ હતું.
ચેરમેન જયેશ બોઘરાએ કહ્યું કે નવા વર્ષમાં 31 કરોડની આવકનો અંદાજ મુકવામાં આવ્યો છે. 27 કરોડનો ખર્ચ થવાનુ અનુમાન મુકાયુ છે. ચાલુ વર્ષે પ્રથમ દસ માસમાં 25 કરોડની આવક થઈ છે. વધતા કૃષિ ઉત્પાદન તથા રાજકોટ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડુતોનો પ્રવાહ વધતો હોવાની હકીકતને ધ્યાને રાખીને આવકના અંદાજમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવામાં આવી છે. બોર્ડ મીટીંગના એજન્ડામાં અન્ય અનેક દરખાસ્તો હતી. કર્મચારીઓ માટે સરકારી ધારાધોરણ પ્રમાણે મોંઘવારી ભથ્થુ મંજુર કરવામાં આવ્યું હતું.
સિકયુરીટી કોન્ટ્રાકટ માટેના ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. 40 જેટલી એજન્સીઓના ટેન્ડર હતા. જુના યાર્ડમાં સફાઈ કામગીરીના 20 ટેન્ડર આવ્યા હતા જયારે સીસીટીવી કેમેરા મેઈનટેનન્સમાં 6 ટેન્ડર હતા. ત્રત્રણેય કામોના 66 ટેન્ડરને કારણે મીટીંગ લાંબી ચાલી હતી. આ સિવાય વિશાળ શેડના બાંધકામ જેવા પ્રોજેકટોની સમીક્ષા કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.