જિલ્લા વિકાસ અધિકારીનાં અધ્યક્ષસ્થાને બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામે મારૂતિ સ્પિનટેક્ક્ષ કંપની ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન - At This Time

જિલ્લા વિકાસ અધિકારીનાં અધ્યક્ષસ્થાને બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામે મારૂતિ સ્પિનટેક્ક્ષ કંપની ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન


જિલ્લા વિકાસ અધિકારીનાં અધ્યક્ષસ્થાને બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામે મારૂતિ સ્પિનટેક્ક્ષ કંપની ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

લોકશાહીનાં મહાપર્વમાં તમામ મહિલાઓએ અવશ્ય મતદાન કરવું જોઇએ જિલ્લા વિકાસ અધિકારી

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામ ખાતે મારૂતિ સ્પિનટેક્સ્ટ કંપનીમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાના અધ્યક્ષસ્થાને મહિલાઓમાં મતદાનનું પ્રમાણ વધે તેવા ઉદ્દેશ્ય સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીએ ગત ચૂંટણીઓમાં મહિલાઓની મતદાનની ઘટતી જતી ટકાવારી બાબતેના કારણોની ચર્ચા કરી તેમજ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુમાં વધુ મહિલાઓ મતદાન કરે તે માટે આહવાન કરી ઉપસ્થિત તમામ મહિલાઓને માર્ગદર્શિત કર્યા હતા.મહિલાઓ સહિત કંપનીનાં તમામ કર્મચારીઓને ચૂંટણી પંચના હેલ્પલાઇન નંબર,એપ્લિકેશન સહિતની વિવિધ સુવિધાઓ બાબતે પણ જાગૃત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમનાં અંતે સહપરિવાર અવશ્ય મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો,ઉપરાંત સિગ્નેચર કેમ્પેનનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત તમામ અધિકારીઓ તથા ઉપસ્થિત મહિલાઓએ મતદાનના સંકલ્પને પોતાની સહી દ્વારા રજૂ કર્યો હતો.આ કાર્યક્રમમાં બોટાદ તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ,સહાયક માહિતી નિયામક રાધિકા વ્યાસ તથા મારુતિ સ્પિનટેક્ષના માલિક સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને મતદાર જાગૃતિ માટેના કાર્યક્રમને લોકો સુધી પહોંચાડી લોકભાગીદારી વધારવાનો પ્રયાસ કર્યો હતો. ટી.ડી.ઓ એમ.એન.માંજરીયા સહિત તાલુકા પંચાયત બોટાદની સમગ્ર ટીમે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.