સાળાના મિત્ર પાસેથી બે પિસ્ટલ લાવી ફાળદંગ પહોંચાડે તે પહેલાં પરપ્રાંતીય શખ્સ ઝડપાયો
સાળાના મિત્ર પાસેથી મધ્યપ્રદેશથી બે પીસ્ટલ લાવી ફાળદંગ પહોંચાડે તે પહેલાં પરપ્રાંતીય શખ્સને એસઓજીની ટીમે દબોચી રૂ.50200 નો મુદામાલ કબ્જે કર્યો હતો. સાળા અને તેના પુત્રએ સુરક્ષા માટે પીસ્ટલ મંગાવતા તે ઘઉંના બાચકામાં નાંખી બસ મારફતે લઈ આવ્યાની કબુલાત આપી હતી.
દરોડાની વિગત મુજબ, શહેર પોલીસ કમિશ્નર બજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ અને એસીપી ક્રાઇમ ભરત બસીયાએ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને રાજ્યના મુખ્યમંત્રી સહિતના આગેવાનો આવનાર હોય જે સંબંધે કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે,જેથી શહેરમાંથી ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવાની આપેલ સૂચનાથી એસઓજી પીઆઈ ડી.સી સાકરીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ધનશ્યામસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા,કોન્સ્ટેબલ વિરદેવસિંહ જાડેજા અને મુકેશ ડાંગરને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી ઓવરબ્રિજ નીચેથી બે દેશી બનાવટની પીસ્ટલ અને બે જીવતા કાર્ટીસ સાથે અમરા શામા અમલીયાર (રહે. ગામ વાવડી (છોટી), પોસ્ટ- કલ્યાણપુરા જી.ઝાંબુઆ રાજ્ય મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં તેનો પુત્ર અને સાળો રાજકોટની ભાગોળે આવેલ ફાડદંગ ગામની સીમમાં ખેતમજૂરી કામ કરે છે અને તેના સાળાએ તેમને તેના મધ્યપ્રદેશ રહેતાં મિત્ર પાસેથી પીસ્ટલ લઈ આવવાનું જણાવતાં તેઓ ત્યાંથી પીસ્ટલ લઈ આવ્યો હતો અને તેના સાળાએ પોતાની સુરક્ષા માટે પીસ્ટલ મંગાવી હોવાની કબૂલાત આપી હતી. તેમજ ત્યાં રૂ.5 થી 10 હજારમાં મળતી હોવાની પણ કબુલાત આપી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.