પરસાણા ચોક ઉપરાંત મોટામવામાં બે પ્લોટ પર ડિમોલિશન - At This Time

પરસાણા ચોક ઉપરાંત મોટામવામાં બે પ્લોટ પર ડિમોલિશન


રાજકોટ મનપા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી આજે ફરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટમાંથી દબાણો હટાવવા વેસ્ટ ઝોનમાં મોટા મવા અને નવા રીંગ રોડ પરથી વધુ કેટલાક દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને કુલ રૂ. 42.44 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ ગેરકાયદે દબાણ હટાવવાની આ કામગીરી યથાવત રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.