ધંધુકાની સ્વામીનારાયણ ગુરુકુળમાં નર્સરી વ્યવસ્થાપન મેક યોર ઓન નર્સરીની કાર્ય શિબિર યોજાઈ - At This Time

ધંધુકાની સ્વામીનારાયણ ગુરુકુળમાં નર્સરી વ્યવસ્થાપન મેક યોર ઓન નર્સરીની કાર્ય શિબિર યોજાઈ


ધંધુકાની સ્વામીનારાયણ ગુરુકુળમાં નર્સરી વ્યવસ્થાપન મેક યોર ઓન નર્સરીની કાર્ય શિબિર યોજાઈ

ધંધુકાની અંબુજા હાઈસ્કૂલ ખાતે મેક યોર ઓન નર્સરી અને પર્યાવરણ જાળવણી અંગેના કાર્યક્રમમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફ્સિર મહંમદભાઈ પરમાર રિસોર્ટ પર્સન નિવૃત્ત એ.સી.એફ. કે એ રાઠોડે અંબુજા હાઈસ્કૂલના શાળાના ૧૨૦ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

નર્સરી વ્યવસ્થાપન અંગે વિસ્તૃત સમજ અને બીજ બેંક વિશે સમજ આપી હતી. કલમથી કેવી રીતે રોપા બનાવી શકાય તેની પ્રત્યક્ષ સમજ આપી હતી. આ ઉપરાંત પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિની જાળવણી અને પર્યાવરણ શિક્ષણ અંગે માહિતગાર કરી જાગૃત્ત કરાયા હતા. આસી. પ્રોગ્રામ ઓફિસર મહંમદ ભાઈએ ગીર ફાઉન્ડેશન દ્વારા નેચર એજ્યુકેશન, મોનસુન ટ્રેકિંગ, કિચન ગાર્ડન, વર્મી કમ્પોસ્ટ, ઇકો ફેન્ડલી વસ્તુઓ, પર્યાવરણ જાળવણી વિષય પ્રવૃત્તિઓ, દિન વિશેષ ઉજવણી વગેરેની વિસ્તૃત માહિતી આપી હતી. સાથોસાથ ગીર ફાઉન્ડેશન રિસર્ચ શાખાની કામગીરી જેવી કે, વન્યજીવ સંરક્ષણ, સૃષ્ટિના વૈવિધ્યપૂર્ણ પ્રાણીઓ પક્ષીઓ પર રિસર્ચ અને પુસ્તક પ્રકાશન વિશે વિસ્તૃત સમજ આપી હતી.

ગીર ફાઉન્ડેશન દ્વારા ધંધુકા તાલુકાની માધ્યમિક શાળાઓ પૈકી અંબુજા વિદ્યાલયના વિદ્યાર્થીઓની અલ્પાહાર અને ભોજન સાથેની શિબિર માટે પસંદગી કરાતા શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ ચુડાસમાએ ગીર ફાઉન્ડેશનના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફ્સિર મહંમદભાઈ પરમાર અને ગીર ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ધંધૂકા તાલુકાના બી.આર. સી.કૉ. ઑ. ડૉ.રઘુવીરસિંહ ચુડાસમાએ પણ પર્યાવરણ શિક્ષણ વિશે પ્રાસંગિક વાત કરી હતી. આ તકે સંસ્થાના વડા પૂજ્ય બાપુ સ્વામી રાજીપો વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.