રાજકોટમાં બીજા નોરતે મેઘાના મંડાણ થવાની શક્યતા, રાસોત્સવના નજીકના જ સ્થળે 108 તૈનાત રહેશે - At This Time

રાજકોટમાં બીજા નોરતે મેઘાના મંડાણ થવાની શક્યતા, રાસોત્સવના નજીકના જ સ્થળે 108 તૈનાત રહેશે


આજે નવલા નોરતાનું બીજું નોરતું છે. કોરોનાના બે વર્ષ બાદ માંડ ગરબા રમવા ખેલૈયાઓ મનમુકીને ઝુમવા માટે તૈયાર છે, માર્કેટમાં પણ છેલ્લાં બે દિવસોમાં નવરાત્રિની ધુમ ખરીદી જોવા મળી રહી છે. ત્યારે આજે વરસાદનું વિધ્ન આવી શકે છે. આજે સવારથી સાંજે 6 વાગ્યા સુધી તડકો રહેશે જયારે સાંજે 7 વાગ્યા બાદ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડવાની આગાહી છે. જો કે રાત્રે 10 વાગ્યા પછી વરસાદ બંધ થતાં સારી રીતે ગરબાની મજા લોકો માણી શકે છે. પરંતુ રાત્રે વરસાદ બંધ થાય તે પછી પણ ભારે ઉકળાટને કારણે ખેલૈયાઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.