ચિતલ મા વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા ૧૦૨ મો નેત્રયજ્ઞ યોજાય ગયો
ચિતલ મા વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા ૧૦૨ મો નેત્રયજ્ઞ યોજાય ગયો
ચિતલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ અને શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધીરુભાઈ રવજીભાઈ પાનેલિયા ના સહયોગ થી ૧૦૨ મોં નેત્ર નિદાન કેમ્પ અમરેલી જાણીતા ઉદઘોષ પ્રકાશભાઈ જોશી ના પ્રમુખ સ્થાને જેનું ઉદ્ઘાટન વિશ્વ હીન્દુ પરીષદ ના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ અને જીલ્લા પંચાયતના ના ઔ ઉપ-પ્રમુખ સુરેશભાઈ પાથર ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે દાતા પરિવારમાંથી કરસનભાઈ પાનેલીયા, યુવા ઉદ્યોગપતિ દિનેશભાઈ કચ્છી,સમાજ સેવક અશ્વિનભાઈ નાડોદા તાલુકા પંચાયતના ચેરમેન જે.બી. દેસાઈ વગેરે ની ઉપસ્થિતિ રહેલા આ પ્રસંગે અધ્યક્ષ પ્રવચનમાં પ્રકાશભાઈ જોશી એ જણાવ્યું હતું કે આપણો સ્વભાવ એ સેવાનો હોય અને સર્વે ભવન્તુ સુખીના એ આપણો મંત્ર હોવાથી આવા સુંદર નેત્ર નિદાન કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે
આ નેત્રયજ્ઞ ને સફળ બનાવવા માટે નેત્ર નિદાન કેમ્પ કમિટીના દીનેશભાઈ મેશીયા ,બિપીનભાઈ દવે, ઉકાભાઈ દેસાઈ ,ખોડભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડીયા,રાજુભાઈ ધાનાણી ,રવજીભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે કેમ્પ નો ૮૦ દર્દીઓએ લાભ લીધેલ જેમાંથી ૩૨ દર્દીઓને રાજકોટ શ્રીરણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે નેત્રમણી ના ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવેલ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ કરેલ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.