અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ પાંખ દ્વારા કાયમી પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ..
અમરેલી જિલ્લામાં પત્રકાર એકતા પરિષદનો પાયો વધુ મજબૂત કરવા માટે પ્રદેશ અઘ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા સાહેબ દ્વારા કાર્યકારી પ્રમુખ ની નિયુક્તિ કરવામાં આવી હતી.
પત્રકાર એકતા પરિષદ ની કાર્યપદ્ધતિ મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી કાયમી પ્રમુખ માટે દરખાસ્ત માંગાવતા એક સૂરે સુરેશભાઈ દેસાઈ નાં નામ ની દરખાસ્ત આવતા સર્વાનુમતે શ્રી સુરેશભાઈ ને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી..
નવા પ્રમુખ સાથે નવી જિલ્લા કારોબારીમાં ઉપ પ્રમુખ પદે શ્રી પ્રતાપભાઈ વરું, કાળું ભાઈ કનોજીયા, ભરતભાઈ વિષ્ણુસ્વામી , મહામંત્રી પદે જયસુખભાઇ સોજીત્રા, મંત્રી પદે પંકજભાઈ મહેતા , ભાણજીભાઈ બગડા, સહમંત્રી પદે જીલુભાઈ વાળા અને આઇ.ટી.સેલ માં ભાવેશભાઈ વાઘેલા ને સર્વાનુમતે નિયુક્ત કરી ફૂલહાર પહેરાવી બહુમાન કર્યું હતું.
રિપોર્ટર ઈમરાન પઠાણ& ભાવેશ વાઘેલા અમરેલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.