રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત ગીર સોમનાથમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાશે
રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત ગીર સોમનાથમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ યોજાશે
-----------
હમીરજી સર્કલથી શરૂ કરી ચોપાટી વૉક-વે સુધી યોજાશે દોડ
-----------
ગીર સોમનાથ, તા.૨૪: રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીને અનુલક્ષી પ્રતિ વર્ષ ૩૧ ઓક્ટોબરના રોજ 'એકતા દોડ'નું આયોજન કરવામાં આવે છે.
૩૧ ઓક્ટોબરના રોજ સવારે ૭.૦૦ કલાકથી શ્રી સોમનાથ મંદિરના પટાંગણ એટલે કે હમીરજી ગોહિલ સર્કલથી શરૂ કરી ચોપાટી વૉક-વે ખાતે આ 'રાષ્ટ્રીય એકતા દોડ' પૂર્ણ થશે. જેના આયોજન અંતર્ગત કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે મીટિંગ યોજાઈ હતી.
કલેક્ટરશ્રીએ 'રન ફોર યુનિટી'નો રૂટ, રૂટ પર સ્વચ્છતા સહિતના આયોજન અંગે શીર્ષ અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
આ કાર્યક્રમમાં ગીર સોમનાથનાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ, રમતગમતના ખેલાડીઓ, શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ, સમાજના અગ્રણીઓ, આગેવાનો તેમજ શિક્ષકગણ સહિત સામાન્ય નાગરિકો પણ સહભાગી થશે.
૦૦ ૦૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.